Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં ઘટાડો, કુલઆંક 221

અમદાવાદમાં માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં ઘટાડો, કુલઆંક 221

0
69
  • ઉત્તર ઝોનના નવા ત્રણ વિસ્તારો ઉમેરાયાં

  • વસ્ત્રાપુર તળાવ, ગોદરેજ ગાર્ડન સિટી, ત્રાગડ નવા વિસ્તારો ઉમેરાયાં

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1417 હતો. તેની સામે આજે 1411 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા ઘટી છે. જો કે અમદાવાદમાં શનિવારે નોંધાયેલા કેસો કરતાં આજે 15 કેસો ઘટીને 160 કોરોનાના કેસો નોંધાયા છે. આમ ગુજરાત અને અમદાવાદ બંનેમાં શનિવાર કરતાં રવિવારે કોરોના કેસોનો ઘટાડો નોંધાયો છે. આજે અમદાવાદમાં માત્ર 7 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 20 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. આમ અમદાવાદ શહેરમાંથી દૂર કરાયેલાં માઇક્રો કન્ટેન્મેન્ટની સરખામણીમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ખાસ્સો ઘટાડો થયો છે. અમદાવાદમાં ખાસ કરીને ત્રાગડ, ગોદરેજ ગાર્ડન સિટી તેમ જ વસ્ત્રાપુર તળાવ વિસ્તારનો સમાવેશ થયો છે. આજે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ત્રણ વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં સમાવિષ્ટ થયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 221 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 20 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 221 વિસ્તારોમાંથી 20 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 201 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 208 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: કોરોનાના નિયમોની ધજ્જિયાં ઉડાડતા યુવાનો, AMCની વધુ એક અપીલ

નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોનના 3, પશ્ચિમ ઝોનના 2 અને ઉત્તર તથા પૂર્વ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં વસ્ત્રાપુર તળાવ, ગોદરેજ ગાર્ડન સીટી, ત્રાગડ ઉપરાંત વિરાટનગર, નરોડા, વાસણા તથા ન્યુ રાણીપ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારમાં સમાવેશ થાય છે.

આ જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 28 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.