Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 10 માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયેલા વિસ્તારો પૈકી 8 પશ્ચિમના

10 માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયેલા વિસ્તારો પૈકી 8 પશ્ચિમના

0
62

શહેરનો પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો આજે પણ વધ્યા

બોપલ, સેટેલાઇટ, જોધપુર, પાલડી, રાણીપ, ગોતા અને ચાંદલોડિયાનો સમાવેશ

અમદાવાદ: ગુજરાતમાં આજે મંગળવારના રોજ 1126 કોરોનાના કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદ શહેરમાં 164 કેસો નોંધાયા હતા. આમ ગુજરાતમાં વળી પાછાં એક હજારથી વધુ કેસો નોંધાયા હતા. જયારે અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે મંગળવારે દૂર કરાયેલા વિસ્તારોની સામે ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યામાં જોગાનુજોગ સરખી છે. પરંતુ ઉમેરાયેલા 10 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાંથી 8 તો પશ્ચિમ વિસ્તારના જ છે.

શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોના કેસોનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. આજે મંગળવારના રોજ 10 નવા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયાં છે. તે જ રીતે દૂર કરાયેલાં વિસ્તારો પણ યોગાનુયોગ 10 જ છે. એટલે કે બંનેની સંખ્યા સરખી રહી છે. આ વિસ્તારોમાં સૌથી વધુ પશ્ચિમના વિસ્તારો છે. જેમાં બોપલ, સેટેલાઇટ, જોધપુર, પાલડી, રાણીપ, ગોતા, અને ચાંદલોડિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રામાપીરના ટેકરો ખાલી કરાવવાના મામલે 1 હજારથી વધુ લોકોએ વાંધા અરજી કરી

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમિક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 108 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 10 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 108 વિસ્તારોમાંથી 10 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 98 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 10 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 108 એનો એ જ રહેવા પામ્યો હતો. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના બે વિસ્તાર છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનના સૈથી વધુ 4, પશ્ચિમ ઝોન તથા ઉત્તર પશ્ચિમ ઝોનના બે બે વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે. જો કે સરવાળે જોઇએ તો આજે પશ્ચિમ વિસ્તારના વધુ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. જેમાં બોપલ, સેટેલાઇટ, જોધપુર, પાલડી, રાણીપ, ગોતા તથા ચાંદલોડિયાનો સમાવેશ થાય છે. જયારે દક્ષિણ ઝોનના વટવા અને ઇસનપુર છે.

આ પણ વાંચો: રાજયની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 21મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(પ્રતિકાત્મક તસવીર)