Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2ના કાર્યનો પ્રારંભ થશે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2ના કાર્યનો પ્રારંભ થશે

0
79
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ શિલાન્યાસ 18મીએ થશે

  • બંને કાર્યનો શુભારંભ દેશના વડાપ્રધાન દ્રારા કરાશે

ગાંધીનગર: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ – 2 કાર્યનો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું શિલાન્યાસ વિધિ 18મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત કેન્દ્રીય રાજયમંત્રી ( સ્વતંત્ર હવાલો ) ડો. હરદીપસીંઘ પુરી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારોહ મહાત્મા મંદિર, સેકટર 13, ગાંધીનગર ખાતે તેમ જ ડાયમંડ બોર્સ ડ્રીમ સીટી, સુરત ખાતે રાખવામાં આવ્યો છે.

ટ્રાફિક ભીડ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, મુસાફરીમાં સમય ઘટાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે સાથે મળીને અમદાવાદ-ગાંધીનગર અને સુરતમાં શહેરી પરિવહન માટે એક મુખ્ય માળખાકીય સુવિધા ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ ઉદ્દેશ્યના અમલ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ ( જીએમઆરસી ) દ્વારા એસવીપીની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી લોકોને વાજબી દરે સલામત, ઝડપી અને સરળ એવી રેલ આધારિત સામૂહિક પરિવહન સેવાઓ મળી રહેશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2માં શું છે ?

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે. જે અમદાવાદ અને ગાંધીનગરને જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની કુલ લંબાઇ છે. જેમાંથી 6.5 કિ.મી. લંબાઇના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે. બાકી રહેલા 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2નો કુલ ખર્ચ 5,384 કરોડ છે.

આ પણ વાંચો: આનંદનગર પોલીસને તો તોડ કરવામાં આનંદ આવી ગયો

ફેઝ-2ના કોરિડોર -1ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 228 કિલોમીટરની છે અને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકને જોડવા માટેની જોગવાઇ રાખી છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં 20 એલિવેટેડ સ્ટેશનો છે. જી.એન.એલ.યુ.થી ગીફ્ટ સીટી સુધીની 2 એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર – 2ની લંબાઇ 5.4 કિલોમીટર છે. જેમાં જીએનએલયુ પાસે મેટ્રો ટ્રેન ઇન્ટરચેંજ સુવિધા અને સાબરમતી નદી ઉપર પુલ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2નો લાભ અમદાવાદ-ગાંધીનગરની 62.6 લાખની વસ્તીને સલામત, સ્વચ્છ, વાજબી અને ઝડપી વાહનવ્યવહાર સુવિધાનો લાભ મળશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ શું હશે ?

આશરે 60 લાખની વસ્તી ધરાવતું સુરત એ ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. વર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં કોઇ માસ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ( એમઆરટીએસ ) નથી. તેથી ભારત અને ગુજરાત સરકારે સુરતમાં એમઆરટીએસ સુવિધા વિકસાવવાનું નક્કી કર્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો બે કોરિડોર સાથે કુલ 40.35 કિલોમીટરની લંબાઇનો છે. કોરિડોર -1ની લંબાઇ 21.61 કિ.મી. અને કોરિડોર-2ની લંબાઇ 18.74 કિ.મી.ની છે. જેની યોજનાનો અંદાજિત પૂર્ણ ખર્ચ 12,020 કરોડનો છે.

કોરિડોર -1 કયાં સુધીનો છે ?

કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો છે. જેમાં 14 એલીવેટેડ મેટ્રો સ્ટેશનો અને 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે. કોરિડોર-2 ભેસાણથી સરોલી સુધીનો છે. જેમાં 18 એલીવેટેડ મેટ્રો સ્ટેશનો છે. હાલમાં ડ્રીમ સીટી ડેપોથી કદરશાની નાલ સુધીના 9.88 કિ.મી.વાળા કોરિડોર-1ની પ્રાધાન્યતા આપવામાં આવશે. જેમાં 10 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)