Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19 નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશન હાઇકોર્ટને શરણે

COVID-19 નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશન હાઇકોર્ટને શરણે

0
1097

અમદાવાદઃ મેડિકલ એસોસીએશને કોવિડ 19 ટેસ્ટનાં રિપોર્ટની પ્રક્રિયા 4થી 5 કલાકમાં પતી જાય તે માટે હાઈકોર્ટની શરણ લીધી છે. આ અંગે આવતી કાલે શુક્રવારે તેનું હિયરિંગ છે. સરકારી નિયમ મુજબ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એટલે તેના કોવિડ ટેસ્ટ માટે CDHO (ચિફ ડેપ્યુટી હેલ્થ ઓફીસર) ને જે તે હોસ્પિટલ અને ડોકટરે મેઈલ કરી પેશન્ટનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મેઇલનો હા કે ના નો જવાબ આવતા 4થી 5 દિવસ લાગી જાય છે.

આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે જેનો ભોગ ખુદ ડૉકટર પણ બની શકે છે. આ બાબતે AMA તરફથી થયેલી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ના આવતા તેવો હાઇકોર્ટમાં ગયાં છે. કોવિડ ટેસ્ટ માટેની જટીલ સરકારી પ્રક્રિયાને કારણે ડૉકટર દર્દીના રોગનું નિદાન ના થયું હોય તો તેની સારવાર કઈ રીતે કરે.

આ જટીલ પ્રક્રિયાને કારણે ખુદ ડૉકટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો 5 દિવસ લાગે છે. આમ ડૉકટર પાસે આવતા દર્દીનો ટેસ્ટ 5 દિવસે અને તેનો રિપોર્ટ આવતા બીજા 24 કલાકનો સમય લાગે છે. આમ 6 દિવસ જેટલા સમયમાં દર્દી બીજા લોકોમાં સંક્રમણ ફેલાવે કાં તો યોગ્ય સારવાર ના મળતાં મૃત્યુ પામે છે.

આ પ્રકારની સ્થિતીમાં કામ કરતાં ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય વધી જાય છે. AMA (અમદાવાદ મેડિકલ એસોસીએશન) નાં પ્રમુખ ડૉ. મોનાબહેન દેસાઈએ જણાવ્યું હતું કે, દર્દીનાં કોવિડ 19 ટેસ્ટ માટે CDHO ને ડૉકટરે એક ફોર્મ ભરીને મેઈલ કરવાનો હોય છે. જેનાં આધારે તેવો ICMR ની ગાઈડલાઈન મુજબ Yes કે No નો જવાબ આપે છે. જે જવાબ આવતાં ચારથી પાંચ દિવસ લાગે છે. ત્યાં સુધી કોઈ ઈમરજન્સી ઓપરેશન હોય તો કોવિડ ટેસ્ટ વગર ડૉકટર કરે તો દર્દી અને ડૉકટર બન્ને માટે જોખમ છે.

આ ઉપરાંત દર્દીને કોવિડ છે કે નહીં તે નક્કી થતાં 5થી 6 દિવસ લાગે તો ડૉકટર તેની ટ્રીટમેન્ટ શું કરે? ટ્રીટમેન્ટ કરે ને દર્દીને કંઈ થઈ જાય અથવા તો સંક્રમણ ફેલાય તેનું શું? આ બાબતે અમે આરોગ્ય ચીફ સેક્રેટરી જ્યંતિ રવિને લેખિત રજુઆત કરી કોવિડ 19 ટેસ્ટ અને તેના રિપોર્ટની પ્રક્રિયા 4થી 5 કલાકમાં પતી જાય તેવી વ્યવસ્થા કરવા જાણ કરી હતી. જો કે આ અંગે યોગ્ય વ્યવસ્થા થઈ ન હોતી.

AMAનાં પ્રમુખ તરીકે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલનાં ઘણા બધાં ડોકટરોની આ બાબતે રજુઆત મને મળી હતી. ટેસ્ટની જટીલ પ્રક્રિયા દૂર કરવા અને જલ્દી રિપોર્ટ મળે તે માટે અમે હાઈકોર્ટમાં ગયા છીએ. અમારા ઘણા ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાયું તેથી હવે કોઈ રસ્તો કાઢવો પડશે. આમાં સરકારનો વિરોધ કે સામે પડવાનો અમારો કોઈ હેતુ નથી.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

તંત્રની બેદરકારીઃ 15 કોરોના સંક્રમિત લોકોને નેગેટિવ ગણાવી ઘરે મોકલી દીધાં, તપાસનાં આદેશ