Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: માસ્ક નહી પહેરો તો દંડાશો, ફરિયાદ દાખલ થશે

અમદાવાદ: માસ્ક નહી પહેરો તો દંડાશો, ફરિયાદ દાખલ થશે

0
127

અમદાવાદમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે અચાનક કેસ વધતા હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. અમદાવાદમાં સરકારે આજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવ્યો છે. અમદાવાદમાં જો માસ્ક પહેર્યા વગર ફરશો તો મસમોટો દંડ ભરવો પડી શકે છે તેમજ ફરિયાદ પણ દાખલ થઇ શકે છે.

શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂના અમલ સાથે જ દિવસ દરમિયાન માસ્ક ના પહેરનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધશે.

આ પણ વાંચો: અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વીકેન્ડ કરફ્યુ

સેક્ટર-1 જેસીપી આરવી અસારીએ કહ્યુ કે, “ઇમરજન્સી અને જેમને મંજુરી હોય તે સિવાયના વાહનો અને લોકોની અવર જવર પર શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી પ્રતિબંધ મુકવામાં આવશે. માસ્ક પહેર્યા વગર કોઇ પણ નાગરિક નીકળશે તો તેમના પાસેથી દંડ વસુલવા ઉપરાંત નજીકની કોરોના છાવણી ખાતે લઇ જવામાં આવશે. માસ્ક વગર પકડાયેલી વ્યક્તિને કોરોના જણાશે તો સારવાર બાદ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના કાળમાં 31 હજાર લોકો સામે ગુનો નોંધાયો

કોરોનાથી લોકોને બચાવવા કાયદાકીય કાર્યવાહીના સાત મહિનામાં પોલીસે 31 હજાર લોકો સામે ગુનો નોંધ્યો હતો જ્યારે 40 હજારથી વધુ લોકોની અટકાયત અથવા ધરપકડની કાર્યવાહી કરી હતી. બુધવારે લોકડાઉનનો ભંગ કરવા બદલ 9 લોકો સામે અને માસ્ક ના પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 101 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી વસૂલાત કરવામાં આવી હતી.