Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > LG હોસ્પિટલમાં ત્રણ વર્ષ પૂર્વે 3 કરોડના ખર્ચે તૈયાર કરેલો પોસ્ટમોર્ટમ રૂમ ધૂળ ખાઈ રહ્યો છે

LG હોસ્પિટલમાં ત્રણ વર્ષ પૂર્વે 3 કરોડના ખર્ચે તૈયાર કરેલો પોસ્ટમોર્ટમ રૂમ ધૂળ ખાઈ રહ્યો છે

0
121
  • પૂર્વ વિસ્તારમાં દુર્ઘટનાઓ વખતે મૃતદેહોના ઝડપથી પોસ્ટમોર્ટમ માટે કરાયો હતો ખર્ચ 
  • પોસ્ટમોર્ટમ રૂમ તો બનાવાયો પરંતુ સ્ટાફની ભરતી જ કરાઈ નથી
  • અમદાવાદમાં વીએસ અને અસારવા સિવિલ સિવાય કોઈપણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સગવડ જ નહીં

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અણઘડ આયોજનનું વધુ એક માહિતી સપાટી ઉપર આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષ પહેલાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ (Ahmedabad LG Hospital news)તૈયાર કરાયો હતો પણ સ્ટાફ અને મેડિકલ સાધનોના અભાવે આજ દિન સુધી આ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત થઇ શક્યો નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ પોસ્ટમોર્ટમ રૂમ ઉપયોગી થવાને બદલે ધૂળ ખાઈ રહ્યું છે. આ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઘોર બેદરકારી નું પ્રતિક છે. Ahmedabad LG Hospital news

અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય અમદાવાદની કોઈપણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સુવિધા ઉપલબ્ધ નથી.

આ પણ વાંચોઃ હાઇકોર્ટના આદેશ સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં, કોવિડ સેન્ટરમાં સેવા પર રાખવાના આદેશ સંદર્ભે અપીલ

આથી, ખાસ કરીને પૂર્વના વટવા, મણિનગર, નારોલ, લાંભા અને શાહવાડી જેવા વિસ્તારોમાં ત્યારે કોઈપણ દુર્ઘટના ઘટે ત્યારે મૃતદેહોને વીએસ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડે છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં લાંબો વિલંબ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં એકથી બે દિવસની રાહ જોવી પડે છે. Ahmedabad LG Hospital news

આ સમસ્યાને હલ કરવા માટે પૂર્વના વિસ્તારો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં દુર્ઘટના વખતે મૃતદેહોનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ થઈ શકે તે માટે એલ.જી.હોસ્પિટલમાં ખાસ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2017માં ત્રણ કરોડના ખર્ચે એલ.જી. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષ 2017માં કાર્યરત કરવાનો હતો પણ અધિકારીઓએ આ આગળની કાર્યવાહી કરી નહોતી.

આ પણ વાંચોઃ ભાજપના ભૂતપૂર્વ સાંસદના પતિને તલાટી દ્વારા ફટકારવામાં આવી નોટિસ

આ પોસ્ટમોર્ટમ રૂમ માટે ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી થઈ નહોતી અને પોસ્ટમોર્ટમ માટે જરૂરી ઈકવિપમેન્ટ વસાવવામાં આવ્યા નહોતા. આના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ પોસ્ટમાં ધૂળ ખાઇ રહ્યો છે. Ahmedabad LG Hospital news

સ્થાનિક આગેવાનોની એવું કહેવું છે “આ પોસ્ટ મોર્ટમ રૂમ ઝડપથી શરૂ થાય તો અકસ્માત જેવી ઘટનાઓમાં કે પછી અન્ય દુર્ઘટનાઓમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો ઝડપથી પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને મળી શકે તેમ છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમના નામે સ્વજનોએ ડેડબોડી મેળવવામાં લાંબો ઇન્તજાર ખતમ થાય તેમ છે. Ahmedabad LG Hospital news

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9