Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > MLA વલ્લભ કાકડીયાની હોસ્પિટલથી દોઢ કિ.મી.અંતરમાં દર્દીને શિફ્ટ કરવાના રૂ.11 હજાર!

MLA વલ્લભ કાકડીયાની હોસ્પિટલથી દોઢ કિ.મી.અંતરમાં દર્દીને શિફ્ટ કરવાના રૂ.11 હજાર!

0
398
  • પ્રાઈવેટ એમ્બ્યુલન્સે દર્દીને શિફ્ટ કરવાનો રૂ. 11 હજાર ચાર્જ લેતા હોબાળો
  • ઠક્કરનગર વિધાનસભાના BJP MLA વલ્લભ કાકડીયા પણ ભાવ સાંભળીને ભડક્યા
  • બિલનો આગ્રહ રાખતા ડ્રાઈવરએ દર્દીનાં સગાંને સ્પષ્ટ કહી દીધું , “તમને બિલ નહીં મળે”

અમદાવાદ : બાપુનગરની કાકડીયા હોસ્પિટલથી કોરોના દર્દીને દોઢ કિલોમીટર દૂર આવેલી કોઠીયા હોસ્પિટલમાં શિફ્ટ કરવાના પ્રાઈવેટ એમ્બ્યુલન્સે રૂ. 11 હજાર ચાર્જ લેતા હોબાળો થયો છે. ઠક્કરનગર (ahmedabad latest news) વિધાનસભાના ભાજપ MLA વલ્લભ કાકડીયા પણ ભાવ સાંભળીને ભડક્યા હતાં. તેઓએ દર્દીનાં સગાને એમ્બ્યુલન્સના સંચાલક સામે કેસ કરવાની સલાહ આપી હતી. દર્દીનાં સગાએ આ અંગે વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો.

બાપુનગર વિસ્તારમાં રહેતાં જનકભાઈ પાંચાણીના દાદી ચંપાબહેનને ગત તા. 27મી સપ્ટેમ્બરના રોજ કાકડીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજા દિવસે હોસ્પિટલમાં ચંપાબહેનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તત્કાલ દર્દીને કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કાકડીયા હોસ્પિટલે આગ્રહ રાખ્યો હતો.

દર્દીનાં સગાને કોઈ કોવિડ હોસ્પિટલમાં જગ્યા મળતી ન હોતી. આખરે કાકડીયા હોસ્પિટલે દર્દીના સગાને કોઠીયા હોસ્પિટલમાં જગ્યા હોવાંની જાણ કરી હતી. કોઠીયા હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરવા માટે એમ્બ્યુલન્સ કાકડીયા હોસ્પિટલના સ્ટાફે બોલાવી હતી. આ એમ્બ્યુલન્સમાં દર્દીને કોઠીયા હોસ્પિટલમાં લઇ જઇને શિફ્ટ કર્યાં હતાં. જો કે એમ્બ્યુલન્સ (ahmedabad latest news) નાં ડ્રાઇવરે દર્દીના પૌત્ર જનકભાઈ પાસે રૂ.11 હજાર માંગતા તેઓએ આપી દીધા હતાં. દાદીની સારવાર શરૂ થયા પછી જનકભાઈએ જોયું તો એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ હતી. આથી જય માતાજી એમ્બ્યુલન્સના ડ્રાઈવરને જનકભાઈએ ફોન કરીને એમ્બ્યુલન્સ ચાર્જના જે 11 હજાર વસુલ્યા તેનું બિલ માગ્યું હતું.


 

આ પણ વાંચો: કંદોઇની હવે ખેર નથી, છુટક મીઠાઇના બોક્સ પર પણ એક્સપાયરી ડેટ ફરજિયાત

(ahmedabad latest news)

ડ્રાઈવરએ બિલ આપવા ગલ્લાતલ્લાં શરૂ કર્યાં હતાં. બિલનો આગ્રહ રાખતા જનકભાઈને આ અંગે ડ્રાઈવરએ સ્પષ્ટ કહી દીધું કે, “તમને બિલ નહીં મળે.” તે પછી દર્દીનાં સગાએ કાકડીયા હોસ્પિટલનાં ટ્રસ્ટી વલ્લભભાઈને ફરિયાદ કરી હતી. તેઓએ કીધું કે, કાકડીયા હોસ્પિટલની એમ્બ્યુલન્સ આટલો ચાર્જ ના લે પણ પ્રાઈવેટ હોસ્પિટલે આ ચાર્જ લીધો હોય તો કેસ કરવો જોઈએ.

રૂ. 11 હજારનો ચાર્જ લઈને બિલ ના આપતા એમ્બ્યુલન્સ (ahmedabad latest news) ડ્રાઈવર અને તેનાં સંચાલકો અન્ય દર્દીઓને ના લૂંટે તે માટે જનક પાંચાણીએ વીડિયો વાઇરલ કરી લોકોને સજાગ રહેવા જાણ કરી હતી. ઠક્કરનગર ભાજપના MLA અને કાકડીયા હોસ્પિટલનાં ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે, “મને દર્દીના સગાંનો ફોન આવ્યો હતો. ભાવ સાંભળીને હું ચક થઈ ગયો હતો. મેં દર્દીના સગાને કહ્યું કે તમારે કેસ કરવો જોઈએ આ ખોટું કહેવાય. અમારી કાકડીયા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હાજર હોત તો દર્દીને આ તકલીફ ભોગવવી ના પડતી. હું માનું છું કે, આ રીતે દર્દીના સગાની મજબૂરીનો ફાયદો ખાનગી એમ્બ્યુન્સ સંચાલકોએ ના ઉઠાવવો જોઈએ.”

જનકભાઈએ જણાવ્યું કે, “કાકડીયા હોસ્પિટલમાંથી અમને એમ કહેવાયું કે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ બોલાવીએ પણ તમારે ચાર્જ આપવો પડશે. અમે હા પાડી. પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં કોઠીયા હોસ્પિટલ પહોંચ્યાં ત્યાં મારી પાસે ડ્રાઈવરએ રૂ.11 હજાર માંગ્યા ને મે આપી દીધાં. બાદમાં બિલ માગ્યું તો ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. બીજા દર્દીઓ સાથે આવું ના બને એટલે લોકોને સજાગ રહેવા અમે વીડિયો બનાવ્યો છે.”

 આ પણ વાંચો: કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત ઉર્ફે ભૂરાના ભાઇ વિરૂદ્ધ જમીન પર ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરિયાદ