Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રુપાણી સરકારે વ્હાલાં-દવલાંની નીતિ અપનાવી Jain Derasar બાંધવાની મંજૂરી આપ્યાનો આરોપ

રુપાણી સરકારે વ્હાલાં-દવલાંની નીતિ અપનાવી Jain Derasar બાંધવાની મંજૂરી આપ્યાનો આરોપ

0
269
  • પાલડી વસંતકુંજ સોસાયટીમાં Jain Derasarનું નિર્માણ
  • ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બાંધવા સામે હાઇકોર્ટમાં PIL

અમદાવાદઃ ગુજરાતની રુપાણી સરકારે વ્હાલા-દવલાંની નીતિ અપનાવી અમદાવાદમાં જૈન દેરાસર (Jain Derasar) બાંધવા મંજૂરી આપવાનો આરોપ થયો છે. અરજદારે ગુજરાત હાઇકોર્ટ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. જેમાં આરોપ મુક્યો છે કે પાલડી વિસ્તારની વસંતકુંજ સોસાયટીમાં કાયદાનો ભંગ કરી સ્પેશિયલ કેસમાં દેરાસરને મંજૂરી આપવામાં આવી છે.

અરજદારનો આક્ષેપ છે કે કોર્પોરેશન સહિતના સત્તામંડળોના નકારાત્મક અભિપ્રાય અને નામંજૂરી છતાં સરકારે વહાલાં-દવલાંની નીતિ અપનાવી રાજ્ય સરકારે ધાર્મિક સ્થળ (Jain Derasar)ના બાંધકામને મંજૂરી આપી દીધી. કેસની વધુ સુનાવણી સાતમી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ સ્કૂલ ફી મામલોઃ સરકાર સ્કૂલ સંચાલકો સાથે, વાલીઓને 25%નું લોલીપોપ

રહેણાકની મંજૂરી માંગી ધાર્મિક સ્થળનું બાંધકામ Jain Derasar

PILઅરજદારની રજૂઆત છે કે

“પાલડી વિસ્તારની રહેણાંક સોસાયટી વસંતકુંજ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસયટીમાં પ્રતિવાદી રત્નત્રયી આરાધના ભવન ટ્રસ્ટે ભૂતકાળમાં પ્લોટ લઇ ત્યાં જૈન દેરાસર  (Jain Derasar)એટલે કે ધાર્મિક બાંધકામ કરવાની શરુઆત કરી હતી. તેથી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટ સમક્ષ બહાર આવ્યું હતું કે તેમણે પરવાનગી વિના ધાર્મિક બાંધકામ શરુ કર્યુ છે.”

ત્યાર બાદ ટ્રસ્ટે બાંયધરી આપી હતી કે તે જરુરી પરવાનગી લઇને જ બાંધકામ શરુ કરશે. વર્ષ 2010માં ટ્રસ્ટે AMCમાં રહેણાંક બાંધકામ કરવાની પરવાનગી માગી હતી અને કોર્પોરેશને તેની પરવાનગી આપી હતી. તેમ છતાં ત્યાં ધાર્મિક બાંધકામ ઉભું કરવાની તૈયારી શરુ કરાઇ હતી.

ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામથી ખુલ્યો ભેદ

જ્યારે બાંધકામનો ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન જોવાયો ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમાં રસોડું, ટોઇલેટ કે અન્ય રહેણાંક મકાનમાં જરૃરી અન્ય વસ્તુઓ નહોતી. જેથી સાબિત થતું હતું કે આ બાંધકામ ધાર્મિક જગ્યાનું છે.

ડાયરેક્ટ CMOમાં ટ્રસ્ટ દ્વારા રજૂઆત Jain Derasar

ફરી પાછું ટ્રસ્ટે તેમના લેટરહેડ પર કોર્પોરેશન પાસે મંજૂરી માગી હતી કે બાંધકામમાં થોડાં ફેરફાર-અપવાદોની તેમજ બાંધકામમાં મંજૂરીની પરવાનગી આપવામાં આવે. જો કે ટ્રસ્ટ જાણતુ હતું કે કાયદા પ્રમાણે આની પરવાનગી મળશે નહીં. તેથી તેમણે મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં જ સીધી રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર UDSએ 400 થી વધુ યુવાનોને આપી રોજગારી

ચીફ ટાઉન પ્લાનરે પરવાનગી આપવા કર્યો ઇનકાર Jain Derasar

જેથી CMOએ રાજ્ય સરકારના ચીફ ટાઉન પ્લાનરને આ અંગે અભિપ્રાય આપવા કહેવામાં આવ્યું હતું. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે આ બાંધકામમાં સી.જી.ડી.સી.આર.નો ભંગ થતો હોવાથી પરવાનગી આપી શકાય તેમ નથી. છતાં રાજ્ય સરકાર ઇચ્છે તો ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-29 પ્રમાણે સ્પેશિયલ કેસમાં આ બાંધકામને અપવારુપ ગણી મંજૂરી આપી શકે છે.

અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટે મંજૂરી આપી દીધી

જો કે આ અભિપ્રાયના એક મહિના બાદ રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટીએ 18-07-2019ના રોજ (Jain Derasar) બાંધકામને મંજૂરી આપી દીધી હતી.

કલમ-29 હેઠળ ખાનગી ટ્રસ્ટને સ્પેશિયલ કેસમાં મંજૂરી

અરજદારની રજૂઆત છે કે કલમ-29 હેઠળ કોઇ ખાનગી ટ્રસ્ટને આવી રીતે સ્પેશિયલ કેસમાં પરવાનગી આપી રાજ્ય સરકાર વહાલાદવલાંની નીતિ કરી કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અને ગુજરાત કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનનો ભંગ કરી આ પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણી : કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, આજે પણ આગેવાનો સાથે બેઠક

Jain Derasarનું બાંધકામ રોકવા કોર્ટમાં અપીલ

અરજદારે માગણી કરી છે કે આ બાંધકામ રોકવા અંગે કોર્ટે આદેશો આપવા જોઇએ અને સરકારે સ્પેશિયલ કેસમાં આપેલી પરવાનગી રદ થવી જોઇએ.