IIMમાં સાંજે એક PGPMમાં અભ્યાસ કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ બનાવની જાણ લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં આજે બુધવાર સાંજે મુળ બિહારની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. તેના આપઘાતને લઈ તમામ સ્ટુડન્સમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. આ અંગે સેટેલાઈટ પીઆઈએ જણાવ્યું છે કે, મૂળ બિહારના મુઝફ્ફરનગરની યુવતી દ્રષ્ટિ રાજકાનાની(ઉ.વ.25) નામની યુવતીએ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં અગમય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવતી PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ક્યાં મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.