Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધ્યાન રાખો, અમદાવાદમાં વેન્ટિલેટર સપોર્ટવાળા ફક્ત 16 જ ICU બેડ ખાલી

ધ્યાન રાખો, અમદાવાદમાં વેન્ટિલેટર સપોર્ટવાળા ફક્ત 16 જ ICU બેડ ખાલી

0
330

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો અવિરત ફેલાવો જારી છે ત્યારે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (એએચએનએ)એ જણાવ્યુ છે કે વેન્ટિલેટર સપોર્ટ સાથેની આઇસીયુ કેટેગરીમાં ફક્ત 16 જ ICU બેડ (Ahmedabad-16 ICU bed) ખાલી છે. તેની સાથે શહેરની ખાનગી હોસ્પિટલોમાં કુલ બેડમાં ફક્ત 16.7 ટકા બેડ જ ખાલી છે.

આમ વેન્ટિલેટર સપોર્ટ સાથેના આઇસીયુના બેડની (Ahmedabad-16 ICU bed) સંખ્યા ઘણી ઓછી છે, જે ગંભીર સ્થિતિમાં આવનારા દર્દી માટે જરૂરી છે. કોવિડ-19ની સારવારમાં આ પ્રકારની પથારીઓની અછતનું કારણ વાઇરસના સક્રિય કેસોની સંખ્યામાં થયેલો ઉછાળો છે.

આ પણ વાંચોઃ નિષ્ણાંતની ગંભીર ચેતવણી : કોરોનાની માત્ર બીજી નહીં, ત્રીજી લહેર પણ આવશે

કોર્પોરેશને રાખેલા 1,820 બેડમાંથી 304 જ બેડ ખાલી

એએચએનએએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે ખાનગી હોસ્પિટલોમાં 1,820 બેડ (Ahmedabad-16 ICU bed) રાખ્યા છે. તેમાથી સોમવાર સુધીમાં ફક્ત 304 બેડ જ ખાલી છે.

આંચકાજનક વાત જ એ છે કે વેન્ટિલેટર સપોર્ટ સાથેની આઇસીયુ કેટેગરીમાં ફક્ત 16 જ બેડ ખાલી (Ahmedabad-16 ICU bed) છે, જે ગંભીર દર્દી માટે જરૂરી હોય છે. વેન્ટિલેટર સપોર્ટ સિવાયના આઇસીયુમાં 55 બેડ જ ખાલી છે. આ જ રીતે હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં ફક્ત 138 બેડ (Ahmedabad-16 ICU bed) જ ઉપલબ્ધ છે, જ્યારે ખાલી પથારીઓની સંખ્યા 95ની છે.

ઉપરોક્ત વિગતોમાં 64 હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને આવરી લેવાયા છે, જ્યાં કોવિડ-19 ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Corona Case In India: એક જ દિવસમાં 88,600 નવા કેસ, વધુ 1124ના મોત

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માસ્ક વગર ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતા શહેરના નાગરિકોનો વિડીયો જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સ્થિતિમાં કે આ પ્રકારના વલણ કે અભિગમ વડે કોરોના અંકુશમાં ક્યાંથી આવે.

કોર્પો.ને માસ્ક ન પહેરનારાઓ પાસેથી 2.24 કરોડ રકમ વસૂલી

કોર્પોરેશને નિયમોનું પાલન ન કરનારા એકમો અને નાગરિકોને લાગે વળગે છે ત્યાં સુધી 55,000થી વધુ દુકાનો, કોમર્સિયલ યુનિટ્સ અને વેન્ડરોને દંડિત કરીને 1.9 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો છે. તેણે કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ 90 જેટલા મોટા એકમોને કામચલાઉ ધોરણે દંડ કર્યો છે. તેણે માસ્ક ન પહેરનારા 4.5 લાખ લોકો પાસેથી 2.24 કરોડ રકમ દંડ પેટે વસૂલી છે.

આ પણ વાંચોઃ સિરમના CEOનો સરકારને સવાલ- શું Covid-19 વૅક્સીન માટે ₹ 80 હજાર કરોડ છે?

કુલ 35 ટી સ્ટોલ સીલ કર્યા છે અને 1,200થી વધારે ટી સ્ટોલ સ્વૈચ્છિક રીતે બંધ છે. આ જ રીતે 7,000થી વધુ લોકોને રસ્તા પર થૂંકવા બદલઅને પાન શોપ નજીક સજા કરાઈ છે. તેની સાથે 603 પાન શોપ સીલ કરીને 38.61 લાખનો દંડ એકત્રિત કરવામાં આવ્યો છે.ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં 36,246 કેસ નોંધાયા છે. તેમાથી 1,804 મૃત્યુ પામ્યા છે. 30,135 રિકવર થયા છે. શહેરમાં દૈનિક કેસોની સંખ્યા વધીને 190થી 200 થઈ છે.