Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 9388 બેડ ભરેલા માત્ર 382 બેડ જ ખાલી

શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 9388 બેડ ભરેલા માત્ર 382 બેડ જ ખાલી

0
30

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના બેડની સ્થિતિ અંગે પહેલી વાર જાહેર કરી. અમદાવાદ શહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ બેડ 9388 બેડ ભરેલા છે. જ્યારે ઓક્સિજન અને આઇસીયુના માત્ર 382 બેડ જ ખાલી છે.

SVP હોસ્પિટલમાં ઓક્સિજન અને આઇસીયુમાં 468 બેડ છે. જેમાંથી 468 ભરેલા છે જ્યારે 0 બેડ જ ખાલી છે. વીએસ હોસ્પિટલમાં ઓક્સિજન અને આઈસીયુના 129 બેડ છે, જેમાંથી 129 બેડ ભરેલા છે. માત્ર 14 જ ખાલી છે. એલજી હોસ્પિટલમાં 240 બેડ ઓક્સિજન અને આઈસીયુના છે. જેમાંથી 232 બેડ ભરેલા છે જ્યારે 8 બેડ ખાલી છે.

શારદાબેન હોસ્પિટલમાં આઈસીયુ અને ઓક્સિજનના 138 છે, જેમાંથી 138 બેડ ભરેલા છે જ્યારે 0 બેડ ખાલી છે. પ્રાઇવેટ હોસ્પિટલ 170 માં 4756 બેડ આઈસીયુ અને ઓક્સિજનના છે. જેમાંથી 4513 બેડ ભરેલા છે જ્યારે 243 બેડ ખાલી છે.

નર્સિંગ હોમ 187 જેમાં આઇસીસી અને ઓક્સિજન 1114 બેડ છે જેમાંથી 1042 ભરેલા છે જ્યારે 72 બેડ ખાલી છે. 6 સિવિલ હોસ્પટલમાં 2497 બેડ છે. જેમાં 2438 બેડ ભરેલા છે માત્ર 59 બેડ જ ખાલી છે. ESIC પણ હોસ્પિટલમાં 46 બેડ છે. જે બધા જ ભરેલા છે. કામ અમદાવાદ શહેરમાં 9388 છે .જેમાંથી 9006 ભરેલા છે જ્યારે 382 બેડ જ ખાલી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat