Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શહેરમાં કેસની સંખ્યા ઘટવા લાગી પણ આઇસીયુ અને ઓક્સિજન બેડ વધારે ભરાયા

શહેરમાં કેસની સંખ્યા ઘટવા લાગી પણ આઇસીયુ અને ઓક્સિજન બેડ વધારે ભરાયા

0
55
  • શહેરમાં ગઈ કાલે 9140 બેડ ભરેલા હતા જ્યારે આજે 9337 બેડ જ ભરેલા છે

  • ઓક્સિજન અને આઇસીયુના 191 જ બેડ ખાલી ગઈકાલની સરખામણીમાં 89 બેડ ઓછા ખાલી

અમદાવાદ: શહેરમાં કોરોનાનાં કેસોનો આંકડો ઘટી રહ્યો છે. પરંતુ ઓક્સિજન અને આઇસીયુના બેડ વધારે ભરાઈ રહ્યા છે. ગઈકાલે શહેરમાં 280 બેડ ખાલી હતા જ્યારે આજે માત્ર 191 જ બેડ ખાલી છે. શહેરમાં ગઈકાલે 9140 બેડ ભરેલા હતા જ્યારે આજે 9337 બેડ જ ભરેલા છે.

કોરોનાનો કર કેર વર્તાયો છે કોરોનાની આ લહેરમાં દર્દીઓને ઓક્સિજન બેડની વધારે જરૂર પડી રહી છે. જેથી શહેરમાં લગભગ બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી.

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી ફૂલ છે. જેથી હોસ્પિટલનો બહાર તાળું મારી દેવામાં આવ્યું છે. તેમજ આજે ધન્વંતરિ હોસ્પિટલમાં પણ બહાર સ્ક્રીન પર બેડ ફૂલ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું હતું.એન ટોકન આપવાના બંધ કરી દેવામાં આવ્યા હતા.

શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત નીચે મુજબ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલ ,એસવિપી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 172 ખાનગી હસ્પિટલમાં 78 બેડ ખાલી છે. 215 નર્સિંગ હોમમાં 70 બેડ ખાલી છે.6 સિવિલ હોસ્પિટલમાં 43બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 0 બેડ ખાલી છે . શહેરની હોસ્પિટલોમાં 9528 બેડ છે જેમાંથી 9337 બેડ ભરેલા છે જ્યારે 191 જ બેડ ખાલી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat