Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ‘કેન્દ્રશાસિત પ્રદેશ’ માં પરિવર્તિત થયુ છે?

શું કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ‘કેન્દ્રશાસિત પ્રદેશ’ માં પરિવર્તિત થયુ છે?

0
1552

ગંભીર કોરોના સંકટ વચ્ચે અમદાવાદ ખરેખર એક ‘કેન્દ્ર શાસિત પ્રદેશ’ બની ગયુ છે, કારણ કે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ શહેરની પરિસ્થિતિઓને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નોમાં ઉંડો રસ દાખવ્યો છે.

વરિષ્ઠ IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાની જવાબદારી સોપવામાં આવી છે. શહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તેમણે નિર્ણયો લેવા માટે સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે, પછી તે મુશ્કેલ જ કેમ ના હોય. સરકારના સુત્રોનું કહેવુ છે કે ગુપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ નજીક ગણાય છે. સુત્રોએ દાવો કર્યો છે કે તે સીધા દરરોજ પીએમઓને રિપોર્ટ કરે છે.

જે લોકો આ મામલે વાકેફ છે તે કહે છે કે AMC કમિશનર જે રીતે કોરોનાના પ્રસારને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તેનાથી મોદી નારાજ હતા કારણ કે જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુના પ્રમાણમાં વધારો પણ જોવા મળ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાના અસ્પષ્ટ દાવાઓથી પીએમઓ ચિંતિંત હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં ટૂંક સમયમાં કોરોનાના કેસનો આંકડો એક લાખને પાર કરી જશે.

તે બાદ પીએમઓએ રાજ્ય સરકારને અમદાવાદની પરિસ્થિતિને પહોચી વળવા કુશળ અધિકારીઓની નિમણૂંક કરવા આદેશ આપ્યો હતો. જ્યારે તેમની પાસે સૂચન માંગવામાં આવ્યા ત્યારે ગુપ્તાનું નામ મુખ્ય રીતે સામે આવ્યુ હતું કારણ કે તે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવા પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલની ઘણા નજીક આવી ગયા હતા. માટે રાજીવ ગુપ્તાને પ્રભારી સિટી કમિશનર તરીકે મુકેશ કુમારની સાથે પુરી સ્થિતિની દેખરેખ અને અસરકારક પગલા ભરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પદ સંભાળ્યા પછી તરત જ, ગુપ્તાએ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ અંતર્ગત, તેમણે સુપર-સ્પ્રેડરને ફેલાતો રોકવા અને શહેરમાં કરિયાણા અને શાકભાજીની દુકાનોને સંપૂર્ણપણે બંધ કરવાના મહત્વના નિર્ણય લીધા હતા. સુત્રોએ દાવો કર્યો છે કે આવા નિર્ણયોને સીધા પીએમઓમાંથી મંજૂરી મળી હતી. ગુપ્તાની નજીકના લોકોનો દાવો છે કે રાજ્ય સરકાર સાથે ગુપ્તા સીધા કેન્દ્રને દરરોજ રિપોર્ટ કરે છે. આ ઉપરાંત પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ તેમને અસરકારક પગલા લેવામાં મદદ કરી રહ્યા છે. કારણ કે પીએમઓ પરિસ્થિતિને લઇને ખૂબ જ ચિંતિંત છે. શહેરને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે પીએમઓ પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. કારણ કે દિલ્હી ગયા પહેલા અમદાવાદ વડાપ્રધાન અને ગૃહ મંત્રીનો ગૃહ જિલ્લો હતો.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: જો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકમાન્ડની વાત સાંભળી હોત તો, આજે પછતાવાનો વારો ના આવતો?