Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા

0
5

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે એકદમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 68 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 43 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં 8,17,687 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે,જેના કારણે રિકવરી રેટ વધીને 98.71 પર આવી પહોંચ્યો છે.

રાજયમાં હાલ 580 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 લોકો વેન્ટિલેટર પર છે અને 574 દર્દીઓ સ્ટેબલ છે. 8,17,687 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 20 કેસ, વડોદરામાં 12 કેસ, સુરતમાં 9 કેસ, રાજકોટમાં 7 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, નવસારીમાં 5 કેસ, જામનગરમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, ભરૂચમાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ, સુરતમાં 1 કેસ નોંધાયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat