Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > નવરાત્રિ ફિક્કી જવાથી તહેવારો નબળા જવાના ડરે અમદાવાદમાં સોના-ચાંદીમાં ઘટાડો

નવરાત્રિ ફિક્કી જવાથી તહેવારો નબળા જવાના ડરે અમદાવાદમાં સોના-ચાંદીમાં ઘટાડો

0
109

લોકો પાસે રૂપિયા જ ન હોવાથી આ વખતે તહેવારોમાં માંગ ફિક્કી ahmedabad-goldsilver

અમદાવાદઃ નવરાત્રિ ફિક્કી જવાથી તહેવારો ફિક્કા જવાના ડરે (Ahmedabad-Goldsilver) અને સ્થાનિક શેરબજારમાં તેજીના પગલે આજે અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા.

અમદાવાદમાં 99.9 શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ગઇકાલની (Ahmedabad-Goldsilver) તુલનાએ 100 રૂપિયા ઘટીને 52,300-52,800 થયો હતો. જ્યારે 99.5 શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ગઇકાલની તુલનાએ તેટલો જ ઘટીને 52,100-52,600 થયો હતો. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 51,745 થયો હતો, જે ગઈકાલે 51,840 હતો.

આ જ રીતે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ 500 રૂપિયા (Ahmedabad-Goldsilver)ઘટ્યો હતો. ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલોએ 500 રૂપિયા ઘટીને 61,500-62,500 થયો હતો. તેની સામે ચાંદી રૂપુનો ભાવ 61,300-62,300 થયો હતો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જોઈએ તો સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 75 રૂપિયા ઘટીને 51,069 થયુ હતુ. ગઈકાલે સોનું દિલ્હીમાં 51,144 પર બંધ આવ્યું હતું. જો કે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 121 રૂપિયા વધીને 62,933 થયો હતો, જે ગઈકાલે 62,812 હતો.

ડોલરમાં જોઈએ તો સોનું પ્રતિ ઔંસ 1,908 ડોલર બોલતું હતું. જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 24.72 ડોલર હતો.

સોનાના ભાવમાં ઉપલી રેન્જમાં વધઘટ થઈ રહી છે, (Ahmedabad-Goldsilver)શુક્રવારે ડોલર ઇન્ડેક્સ હકારાત્મક રહ્યો હોવા છતાં આ સ્થિતિ હતી. બજારમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી અને યુએસ સ્ટિમ્યુલસ પેકેજને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ડોલર મજબૂત બનવાના લીધે સોનાનો ભાવ ફરી પાછો 1,900ની રેન્જમાં આવી શકે છે. રોકાણકારો યુએસ પ્રેસિડેન્સિયલ ઇલેક્શન ડિબેટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેઓ કોરોના વાઇરસના સહાય પેકેજ અંગે વધારે સ્પષ્ટતા ઇચ્છી રહ્યા છે. જયારે રૂપિયો વધીને 73.66 થયો હતો.