Gujarat Exclusive > The Exclusive > અમદાવાદમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાઈ, ચાંદીમાં સ્થિરતા જોવાઈ

અમદાવાદમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાઈ, ચાંદીમાં સ્થિરતા જોવાઈ

0
82

અમદાવાદઃ ઇક્વિટી બજારમાં તેજીના પગલે (gold-silver)રોકાણકારોનો પ્રવાહ તેમના ભણી વળતા રોકાણ માટે સલામત માનવામાં આવતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના ભાવ પર સ્થિર હતા. આ સિવાય સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ ગ્રાહકોની માંગને લઈને નિરુત્સાહભર્યુ વલણ જોવા મળતા અને રોકાણકારોની માંગનો અભાવ તથા નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોના-ચાંદીનો ભાવ ઘટ્યો હતો.

 

99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 100 રૂપિયા ઘટીને (gold-silver) 52200-52700 થયો હતો. જ્યારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 100 રૂપિયા ઘટીને 52,000-52,500 થયો હતો. જ્યારે હોલમાર્કવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 51,645 થયો હતો. આમ સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. આ સિવાય સ્થાનિક ઇક્વિટી બજારમાં આવેલી તેજીના લીધે પણ રોકાણકારો તેના તરફ વળ્યા હતા, તેના લીધે સોનું ઘટ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,901 ડોલર હતો. ચાંદીનો ભાવ ગઈકાલના ભાવ પર સ્થિર રહ્યો હતો. ચાંદી ચોરસા પ્રતિ કિલો 61,500-62,500 પર અને ચાંદી રુપુ 61,300-62,300 પર સ્થિર હતો.