Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કર્ફ્યૂમાં તલવારથી કેક કાપીને ઉજવ્યો જન્મદિન, વીડિયો વાયરલ થયા બાદ અટકાયત

અમદાવાદ: કર્ફ્યૂમાં તલવારથી કેક કાપીને ઉજવ્યો જન્મદિન, વીડિયો વાયરલ થયા બાદ અટકાયત

0
236

Cake Cutting With Sword: ગુજરાતમાં તલવારથી કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવી મોંઘી પડી છે. અમદાવાદમાં રાત્રિ કરફ્યુ દરમિયાન જાહેર રસ્તા પર તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. જે બાદ રામોલ પોલીસે 5 લોકોની અટકાયત કરી છે. Cake Cutting With Sword

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 30 જાન્યુઆરીના રોજ રાત્રે 12 કલાકે કરફ્યૂના સમયમાં વિશાલ પંડ્યા નામના યુવકે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં તલવારથી કેક કાપીને જન્મદીનની ઉજવણી કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. Cake Cutting With Sword

આ પણ વાંચો: સુરતનો મુદિત અગ્રવાલ CAની પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે, ટોપ-50માં શહેરના 6 વિદ્યાર્થીઓ Cake Cutting With Sword

આ ઘટના 30 જાન્યુઆરીના રાતની છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જન્મદિનની પાર્ટી મનાવતા એક યુવક તલવારથી કેક કાપતો જોઈ શકાય છે. હાલ રામોલ પોલીસે વાયરલ વીડિયોના આધારે વિશાલ પંડ્યા સહિત 5 લોકોની અટકાયત કરી છે. જ્યારે કેક કાપવા માટે વપરાયેલી તલવાર પણ કબ્જે લીધી છે. Cake Cutting With Sword

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સરકારના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા આવી ઉજવણી થતી હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહ્યાં છે. આવા લોકો પર કાર્યવાહી કરવા મામલે પોલીસ પર પણ અનેક વખત સવાલ ઉઠી ચૂક્યાં છે. Cake Cutting With Sword

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat