Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલ્યાનો અમદાવાદનો પ્રથમ કેસ

માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલ્યાનો અમદાવાદનો પ્રથમ કેસ

0
3416

અમદાવાદ: માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલ્યાનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી રૂ.5000 હજારના દંડ વસુલાતની જાહેરાત કરી હતી. જો કે, કાલુપુર ચોખા બજારમાં માસ્ક નહીં પહેરનાર વેપારી પાસેથી કોર્પોરેશનના અધિકારીએ રૂ.1 હજારનો દંડ લઈ કાર્યવાહી કરી હતી. આમ માસ્ક નહીં પહેરવા અંગે પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. દંડની રકમને લઈ સોશ્યિલ મીડિયામાં વિવાદ થતા કોર્પોરેશને સમાધાન શુલ્ક મુજબ દંડ લેવાનું નક્કી કર્યું હતું.

મધ્ય ઝોન દરિયાપુર વોર્ડમાં આજે કોર્પોરેશનના અધિકારીઓએ તાપસ કરીને કાલુપુર ચોખા બજારમાં એક વેપારીને માસ્ક વગર પકડ્યો હતો. રાધે અનાજ ભંડાર દુકાનના વેપારી રામલાલ મોહનલાલ રાવલાણી માસ્ક પહેર્યા વગર વસ્તુઓનું વેચાણ કરતા હતા. જેના પગલે બીજા લોકોની સુરક્ષા જોખમાય તેમ હતી. રામલાલને માસ્ક ના પહેરવા બદલ દંડ ભરવાનું અધિકારીઓએ કેહતા તેવો એ પોતાની પાસે રૂ 5 હજાર ન હોવાનું રટણ કર્યું હતું. આખરે સમાધાન શુલ્ક પેટે રામલાલ પાસેથી રૂ.1000નો દંડ અધિકારીએ વસુલ્યો હતો.

આવતીકાલથી લોકડાઉન આંશિક રીતે ખોલવામાં આવશે!