અમદાવાદ: અમદાવાદ મેમનગર વિસ્તારમાં બસ સ્ટોપ પર BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઇવરની સૂઝબૂઝને કારણે મુસાફરોનો જીવ બચી ગયો હતો. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
શુક્રવારે 8.45 કલાકની આસપાસ ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે મેમનગર BRTS બસ સ્ટોપ પાસે બસમાં આગ લાગી છે. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગતા જ BRTS બસ સ્ટેન્ડની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.
શુક્રવાર સવારે 8.30 કલાકે મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક બસ આવી હતી. મેમનગર સ્ટેશન પર ડોકીંગ એરિયામાં બસની બ્રેક ડાઉન થઇ હતી અને પછી એન્જિનમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઇવરને આગળના ભાગમાં ધુમાડો દેખઆતા તેને મુસાફરોને તુરંત નીચે ઉતારી દીધા હતા. બસ સ્ટોપ પર રહેલા સ્ટાફ દ્વારા પેસેન્જરને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. બસમાં થોડો વધારો નીકળતા બસ સ્ટોપમાં રહેલા દરેક સ્ટાફ અને પેસેન્જરને તુરંત બસ સ્ટોપ ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી હતી.
બસના ડ્રાઇવર દિનેશ ભાઇ અનુસાર, બસ મેમનગર સ્ટેશને આવીને બંધ થઇ ગઇ હતી, થોડી વાર પછી બસમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો અને મે તુરંત સમય સુચકતા વાપરી મુસાફરોને સ્ટેન્ડમાં મોકલી દીધા હતા. બસમાં તે સમયે 40-45 મુસાફરો હાજર હતા. મુસાફરોને બહાર કાઢ્યા બાદ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.
Advertisement