Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાયો ડિઝલ આપવાના બહાને મોટા વેપારીઓને લૂંટતા ભાઈ બહેની ધરપકડ

બાયો ડિઝલ આપવાના બહાને મોટા વેપારીઓને લૂંટતા ભાઈ બહેની ધરપકડ

0
89

અમદાવાદમાં ઈન્દોરથી ચાલી રહેલા ગેરકાયદેસર કોલ સેન્ટરને પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટરમાં લોકોને બાયો ડીઝલ આપવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી. આ અંગે રખિયાલ પોલીસે ઈન્દોરથી કોલ સેન્ટર ચલાવતા બે સગા ભાઈ અને બહેનની ધરપકડ કરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રખિયાલ પોલીસે પકડેલા નીરજ તિવારી અને રીટા તિવારી બન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલ બન્ને આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા તેમના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.

આ આરોપીઓ બાયો ડીઝલનો જથ્થો સસ્તા ભાવે આપવાના બહાને ઠગાઇ આચરતા હતાં. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલ આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતી હતી. બાયો ડિઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ના જાય તે માટે બાયો ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વીડિયો પણ મોકલવામાં આવતો હતો.

આરોપી દ્વારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલની કંપની સરનામું લખ્યું હતું. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયો ડીઝલની ખરીદી કરવા તૈયાર થઈ જાય. રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગરના વેપારી સાથે 46 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસ ઇન્દોર બોગસ કોલ સેન્ટરના તાર મળ્યા અને પોલીસે બે આરોપી ધરપકડ કરી હતી. 10 લાખ રૂપિયા બેંકમાં ફ્રિઝ કરી દીધાં હતાં. અન્ય મુખ્ય આરોપી સહીત 10 ફરાર આરોપી પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat