Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કરફ્યુના લીધે વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, શહેરમાં બે દિવસમાં 1,600 જેટલાં લગ્નઃ ઇવેન્ટ મેનેજર્સ

કરફ્યુના લીધે વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, શહેરમાં બે દિવસમાં 1,600 જેટલાં લગ્નઃ ઇવેન્ટ મેનેજર્સ

0
87

કરફયુના નિર્ણયના કારણે લગ્ન લેનાર યુવક યુવતીઓના પરિવાર ડિપ્રેશન માં સરી પડ્યા Ahmedabad Event management news

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં 2 દિવસમાં 1600 જેટલા લગ્ન પ્રસંગ (Ahmedabad Event management news) છે.21અને 22 તારીખ લગ્નના મૂરત હોવાને કારણે શહેરમાં 2 દિવસમાં 1600 જેટલા લગ્ન છે. કરફયુના કારણે બંધ રહ્યા છે. જેથી લગ્નની ઇવેન્ટ સાથે જોડાયેલા લોકો આજે ભેગા થયા હતાં. એમની માંગણી છે કે દિવસનો કરફયુ કેન્સલ કરવો જોઈએ, જેના લીધે લોકોના લગ્નના મૂરત સચવાઈ જાય. મેનેજમેન્ટ દ્વારા લોકોના એડવાન્સમાં પૈસા લેવામાં આવ્યા છે.
લગ્નની દરેક તૈયારીઓ થઈ ગઈ છે અને લાસ્ટ monent પર આ રીતે લગ્ન કેન્સલ થઈ જવાના કારણે લગ્ન લેનાર યુવતીના પરિવારજનો સરી પડ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભારે ભીડને કારણે શ્યામલ બાદ રાણીપ-સેટેલાઇટ ડી માર્ટ સીલ

સાત્વિક ઇવેન્ટ મેનેજમેન્ટના સચીન પંડ્યાએ ગુજરાત એક્સક્લૂઝિવ સાથે સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા નવ મહિનાથી ઇવેન્ટ મેનેજમેન્ટનો ધંધો ઠપ્પ થઈ ગયો છે.નવરાત્રિમાં પણ સરકાર દ્વારા મંજૂરી આપવાની હતી અને ત્યારબાદ તે રદ કરવામાં આવી હતી. દિવાળી બાદ 22 તારીખનુ પહેલું મુરત છે જેમાં અમદાવાદમાં 1,500થી 1,600 લગ્નો છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા મંડપ ડેકોરેશન, ફૂલ ડેકોરેશન,પાર્ટી પ્લોટ ઓનર દરેકના ધંધા પર આની અસર થઇ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા આ નિર્ણયના કારણે જે લોકોના ઘરે લગ્ન લીધેલ છે તે યુવક અને યુવતી તેમજ તેમના માતા-પિતા પણ ડિપ્રેશનમાં આવી ગયા છે.અમે ઇવેન્ટ મેનેજમેન્ટ દરમિયાન સોશિયલ distance વગેરેનું ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કર્યું છે. અમે સરકારની દરેક guideline ફોલો કરવા માટે પણ તૈયાર છીએ.

સરકારના 60 કલાકના કરફ્યુના નિર્ણયના લીધે વેડિંગ ઇન્ડ્સ્ટ્રીને મોટો ફટકો પડશે. તેની સાથે દિવાળી પછીના આ શનિવાર અને રવિવાર પહેલું જ મુહરત હોવાથી તેમના બુકિંગ પણ થઈ ગયા છે અને કંકોત્રીઓ પણ અપાઈ ગઈ હોવાથી બધાને મોટો નુકસાન થશે. તેથી વેડિંગ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગે આ અંગે સરકારને રાહત આપવા માટે વિનંતી કરી છે. આને સ્પેશિયલ કેસ ગણીને છૂટછાટ આપવા વિનંતી કરવામાં આવી છે.