Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નરોડામાં પત્નીની ટિકીટ માટે બે પક્ષ વચ્ચે માથાકૂટ સર્જાઇ

નરોડામાં પત્નીની ટિકીટ માટે બે પક્ષ વચ્ચે માથાકૂટ સર્જાઇ

0
107
  • આજથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ થયો

  • આવતીકાલે કયા કયા વોર્ડના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ રહેશે

અમદાવાદ: રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો શનિવારે જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીને લઇને આજથી પ્રદેશ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકોએ આજે સ્થાનિક કાર્યકર્તાઓને મળ્યા હતા અને તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. આજે સેન્સ લેવાની કામગીરી દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાં બે કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. તેમની પત્નીને ટિકીટ આપવાના મામલે વિવાદ સર્જાયો હતો. છેવટે સ્થાનિક આગેવાનોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો. આ ઘટનામાં હુમલો પણ કરાયો હોવાની વાત પણ ફેલાઇ હતી.

જો કે સત્તાવાર કોઇએ સમર્થન આપ્યું ન હતું. આવતીકાલે સોમવારે પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા પોતાનો રિપોર્ટ પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે. ત્યારપછી મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. આ જ રીતે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં આ જ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો: જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂંક પામેલા નિરીક્ષકો આજે તા. 24 અને 25મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની સાથે કયા સ્થળે કેટલો સમય સુધી કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે તેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે પ્રમાણે આજે 24મીના રોજ સવારે 11થી 1 અને બપોરે 2થી 5 સુધી કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા.

ભાજપે અમદાવાદ શહેરમાં કાર્યકર્તાઓને સાંભળવા માટે એક મહિલા સહિત કુલ ત્રણ નિરીક્ષકોએ આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં નક્કી કરાયેલા 12 સ્થળો જેવા કે આર.કે. રોયલ હોલ, થલતેજ, 2) મેઘદીપ સ્કૂલ, જોધપુર, 3) પર્યાવરણ મંદિર, વસ્ત્રાલ, 4) સૈરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, નવરંગપુરા, 5) આશીષભાઇ પટેલની ઓફીસ, ઉસ્માનપુરા 6) જીઆઇડીસી એસોસીએશન હોલ, ઓઢવ 7) કચ્છ કડવા પાટીદારની વાડી, નરોડા 8) ચંદ્રપ્રસાદ દેસાઇ હોલ, બાપુનગર 9) ભરત પાર્ટી પ્લોટ, અમરાઇવાડી, 10) પ્રાણશંકર હોલ, કાંકરિયા 11) વૈભવ હોલ, ઘોડાસર તેમ જ 12 ) સર્વેશ્વર મહાદેવ, રાણીપ ખાતે સવારે 10થી 1 અને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન સાંભળ્યા હતા. આજે ગોતા, ઘાટલોડિયા, વેજલપુર તથા જોધપુર અને વટવા, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, નિકોલ તેમ જ દરિયાપુર, પાલડી, નારણપુરા, નવાવાડજ, ઓઢવ, વિરાટનગર ઉપરાંત નરોડા, સરદારનગર તેમ જ ઠક્કરનગર, ઇન્ડિયા કોલોની, સૈજપુર બોઘા, અમરાઇવાડી, ઇન્દ્રપુરી, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, ઉપરાંત મણિનગર, ઇસનપુર, સાબરમતી, રાણીપ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

આવતીકાલે 25મી જાન્યુઆરીના રોજ ચાંદલોડિયા, ચાંદખેડા, ખોખરા, લાંભા, દાણીલીમડા, ગોમતીપુર, ભાઇપુરા હાટકેશ્વર, અસારવા, શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, સરસપુર તેમ જ શાહપુર, ઓઢવ, વાસણા, નવરંગપુરા, મક્તમપુરા, ઉપરાંત થલતેજ અને બોડકદેવ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9