Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 108 કમળના ફૂલની માળા ‘ર્મા’ દુર્ગાને અર્પણ કરાઈ

108 કમળના ફૂલની માળા ‘ર્મા’ દુર્ગાને અર્પણ કરાઈ

0
200
  • ‘ર્મા’ દુર્ગા સેવા સમિતિના ઉપક્રમે દુર્ગા પુજાની ઉજવણી કરાઈ

  • નિર્ણયનગર ખાતે બંગાળી સમાજ દ્રારા ત્રણ દિવસ સુધી થશે પૂજા અર્ચના

અમદાવાદ: કોવીડ 19 ગાઇડલાઇનને અનુસરીને અમદાવાદ શહેરના જુદા જુદા મંદિરોમાં દશેરા નિમિત્તે માતાજીની પૂજા અર્ચના તથા મહા હવન કરવામાં આવ્યા હતા. જયારે ર્માં દુર્ગા સેવા સમિતિ દ્રારા નિર્ણયનગર ખાતે આવેલા શાંતારામ કોમ્યુનિટી હોલ ખાતે સતત ત્રણ દિવસ સુધી ર્માં દુર્ગાની પુજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઇ તા. 22મીથી શરૂ કરાયેલી ઉજવણી આવતીકાલ તા. 26મી ઓક્ટોબર સુધી ચાલશે. આજે રવિવારના રોજ 108 કમળના ફૂલોની માળા ર્માં ને અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત ઉપસ્થિત તમામ ભાવિકભક્તોના સેનેટાઇઝથી હાથ સાફ કરાવવાની સાથોસાથ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કોરોનાને લગતા બેનરો અને પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ફરી ‘જૂઠવાડિયા’ સાબિત થયાં: પ્રશાંત વાળા

આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે,

“ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તેમજ ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના માધ્યમથી પ્રત્યેક ભાવિક ભક્તો/ દર્શનાર્થીઓને આજે રવિવારે દુર્ગાષ્ટમીના પ્રસંગે હોલમાં પ્રવેશ કરતાંની સાથે જ હેન્ડ સેનેટાઇઝ કરાવી નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશા મુજબ કોરોના કાળમાં સંયમ, સુરક્ષા અને સલામતિ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.”

જયારે ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું હતું કે,

“અમદાવાદમાં વસતા બંગાળીઓ દ્રારા આ પુજા કરવામાં આવી છે. અષ્ટમીમાં ર્માં ની પુજા અલગ રીતે થાય છે. 108 કમળના ફૂલની માળા અર્પણ કરાઇ છે.”

બાયડ તાલુકાના જુદા જુદા ગામોમાં શસ્ત્રપુજા થઇ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારસણી રેલ, કોજણ, ઉંટરડા તેમ જ ફતાજીના મુવાડા ગામે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રોપુજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ધવલસીંહ ઝાલા સહિત ભાજપ કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જયાં શસ્ત્રપુજા કરવામાં આવી હતી. તેની સાથોસાથ ક્ષત્રિય યુવાનો દ્રારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. તે જ રીતે અમદાવાદ પૂર્વ રાજપૂત સમાજ દ્રારા અસારવા અંબાજી કુળદેવ મંદિર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પુજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના અગ્રણી પ્રવિણસીંહ દરબાર, અભેસીંહ ડાભી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.