Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: નિત્યાનંદ કેસ મામલે 2 સાધિકાઓની જામીન અરજી ફગાવાઇ

અમદાવાદ: નિત્યાનંદ કેસ મામલે 2 સાધિકાઓની જામીન અરજી ફગાવાઇ

0
189

અમદાવાદના હાથીજણમાં સ્થિત DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે નિત્યાનંદની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે નોંધ્યુ કે જો સાધિકાઓને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટી અસર પડી શકે તેમ છે.

કોર્ટે ફગાવી સાધિકાઓની જામીન અરજી

અમદાવાદની મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં નિત્યાનંદ આશ્રમની બે સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીના વકીલે બચાવ કરતા રજૂઆત કરી હતી કે સાધ્વીઓને ખોટી રીતે ફસાવવામાં આવી છે તેઓ કોઇ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા નથી. બન્ને મહિલાઓ ઘણા સમયથી જેલમાં બંધ છે તેમમે જામીન આપવી જોઇએ.બીજી તરફ સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે, મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે,જામીન આપવામાં આવે તો તે ભાગી શકે છે. જો આરોપીઓને જામીન આપવામાં આવે તો સાક્ષીઓને ફોડી શકે છે, તેથી તેમણે જામીન ના આપવામાં આવે.

DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી પોલીસે સંચાલક, તેમજ બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની ધરપકડ કરી હતી.બન્ને સાધિકાઓ પર બાળકોનું અપહરણ,મારામારી, અત્યાચાર, બાળકોને ગોંધી રાખવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નિત્યાનંદ આશ્રમ કેસ: DPSના મંજુલા શ્રોફ અને હિતેન વસંત ફરાર, જામીન માટે કરી અરજી