Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સમગ્ર ગુજરાતમાં રસીકરણની કામગીરીમાં અમદાવાદ જિલ્લો અવ્વલ

સમગ્ર ગુજરાતમાં રસીકરણની કામગીરીમાં અમદાવાદ જિલ્લો અવ્વલ

0
23
  • અમદાવાદ જિલ્લામાં 4 લાખથી વધુ લોકોનું રસીકરણ

  • અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ધોલેરા તાલુકામાં 104 ટકા લોકોએ વેક્સિન અપાવી

ગાંધીનગર: કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેની સાથે વેકસીન એ પણ એક અસરકારક ઇલાજ છે. વધુમાં વધુ લોકો વેકસીન લેશે તો કોરોનાની ચેઇન તોડવામાં મદદરૂપ થશે. પરિણામ સ્વરુપે કેન્દ્રથી માંડીને ગુજરાત સરકારે પણ વેકસીન વધુમાં વધુ લોકો લે તે માટે પ્રોત્સાહન આપી રહી છે. માટે જ આવતીકાલ તા.1લી મેં ગુજરાત સ્થાપના દિવસથી રાજયના સૈથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાં 18 પ્લસ યુવાનોને વેકસીનેશન આપીને સલામત ગુજરાત તરફ પગરવ માંડયા છે.

ત્યારે મહત્વની વાત તો એ છે કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. 28 એપ્રિલ, 2021ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં કુલ 4,15,733 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની આગેવાનીમાં નાગરિકોને રસીકરણ દ્વારા સલામત બનાવવા માટેનું અભિયાન હાથ ધર્યું હતું. જેના પગલે સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમદાવાદ જિલ્લામાં 37,702(99 ટકા) ફ્રંટલાઈન વર્કર્સ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 32,201( 73 ટકા)એ રસીનો બીજો ડોઝ લઈ સુરક્ષા-કવચ પ્રાપ્ત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી આપવાની બાબતમાં ધોલેરા તાલુકાના નાગરિકોએ નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંક કરતા પણ વધુ રસીકરણ કરાવ્યું છે.( 104 ટકા). જ્યારે સાણંદ અને દેત્રોજ જેવા તાલુકાઓએ 90 ટકા લક્ષ્યાંક હાંસલ કરી ચૂક્યા છે. જ્યારે બાવળા, ધંધુકા, ધોળકા, માંડલ જેવા તાલુકાઓએ 85 ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. આમ, ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક રીતે અગ્રણી અમદાવાદ જિલ્લાએ આરોગ્યની બાબતમાં પણ પથદર્શક કામગીરી કરી બતાવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat