Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300થી વધારીને 1573 બેડની કરાઈ

અમદાવાદ જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300થી વધારીને 1573 બેડની કરાઈ

0
40
  • સિંગરવામાં 200 બેડની વેદાંતા મેકશિફ્ટ હોસ્પિટલનું આયોજન 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 54 બાયપેપ મશીનની વ્યવસ્થા કરાશે
  • તાતા, બિરલા, વેદાંતા અને ઝાયડસ જેવી સંખ્યાબંધ સખાવતી સંસ્થાઓએ સહાયની સરવાણી વહાવી.

ગાંધીનગરઃ અમદાવાદમાં કોરોના કેસ વધતા જિલ્લામાં કોવિડ બેડ (Ahmedabad District Covid bed)ની સંખ્યા 300થી વધારીને બેડની સંખ્યા 1573 કરાઈ છે. 15 માર્ચથી 27 એપ્રિલ, 2021 સુધીમાં 40થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી1024 જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત હજુ વધારાના 200 બેડ માટે વેદાંતા હોસ્પિટલ સાથે વિચાર-વિમર્શ પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ જિલ્લામાં કોવીડ (Ahmedabad District Covid bed) મહામારી સામે જિલ્લા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે અને નાગરિકોને તમામ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાત 50 બેડ( 32 ઓક્સિજન સહિત)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડ વધારવાની કામગીરી માત્ર કાગળ પર?

ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-100, તાતા ફાઉન્ડેશન-100, ઝાયડસ ફાઉન્ડેશન -100 બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે. બિરલા ફાઉન્ડેશને પણ જિલ્લામાં 2 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ પણ નાગરિકને સાધનોને અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે 30 જેટલા વેન્ટીલેટર(ઓન લોન) લેવા માટેનું આયોજન પણ પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ જિલ્લામાં સાધનોની સાથે જરુરી માનવબળ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં20 જેટલા બોન્ડેડ ડોક્ટર્સ હાજર થયા છે અને નવી જાહેરાતના પગલે 250થી વધુ નર્સિંગ સ્ટાફ દર્દીનારાયણની સેવામાં કાર્યરત થયો છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર તથા ૪૫થી વધુ વર્ષના લોકો એમ કુલ4,15,733 લોકોનું રસીકરણ કરીને અભૂતપૂર્વ કામગીરી કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કુલ 545 દર્દીઓ દાખલ, 92 ICUમાં સારવાર હેઠળ

જિલ્લામાં કોવીડગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચે તે માટે સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ (Ahmedabad District Covid bed)માં 8,462 રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં કોવીડનું સંક્રમણ અટકે તે માટે123 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા 15,45,679 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે. તેમ જ આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા 7,48,650 ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

ધન્વન્તરી રથ દ્વારા જિલ્લામાં 30 જેટલા  10 લાખથી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. અને 4 લાખથી વધુ લોકોના કોવીડ ટેસ્ટ કરાયા છે. જેમાં 5,444 વ્યક્તિઓ કોવીડ પોઝીટીવ આવ્યા છે.આમ, સમગ્રપણે અમદાવાદ જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની આગેવાની હેઠળ “ટીમ અમદાવાદ” એ નાગરિકોને સુરક્ષા-કવચ પુરુ પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. Ahmedabad District Covid bed

કોણે કેટલી ગ્રાન્ટ ફાળવી ?

  • -કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગ્રાન્ટમાથી 7એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીન જેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે.
  • – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમ જ દસક્રોઈના ધારાસભ્ય અને સાણંદના ધારાસભ્યની 25 લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે.
  • -જિલ્લા કલેક્ટરની ડીએમએફ ગ્રાંટમાથી 50 લાખ, ડીડીઓ ગ્રાંટમાંથી 50 લાખ, જિલ્લા પંચાયતના પ્રમુખની ગ્રાંટમાથી 50 લાખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાંટમાંથી 25 લાખ,કારોબારી સમિતિની ગ્રાંટમાથી 15 લાખ, કોવીડની એન.એચ.એમ ગ્રાંટમાંથી 1 કરોડ, જિલ્લા પંચાયતની કોવીડ ગ્રાંટમાંથી 50 લાખ એમ વિવિધ સ્ત્રોતમાંથી કુલ 5 કરોડ અને 15 લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં અત્યાર સુધી ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગથી 36ના મોત

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat