Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘Rate ₹ 2500, Call Me’ અમદાવાદની સગીરાને કોલગર્લ બતાવી ફેસબૂક પર ફોટો અપલોડ કર્યો

‘Rate ₹ 2500, Call Me’ અમદાવાદની સગીરાને કોલગર્લ બતાવી ફેસબૂક પર ફોટો અપલોડ કર્યો

0
84
  • સગીરાના પિતા સાથેની અદાવતમાં આરોપી મહિલાએ પરિવારને બદનામ કરવા કાવતરું રચ્યું Ahmedabad Cyber Crime

અમદાવાદ: સોશિયલ મીડિયાનું માધ્યમ કેટલીક વખત કોઈને બદનામ કરવા માટે પણ હાથવગુ હથિયાર બની જાય છે. આથી જ તાજેતરમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા નિયમો જાહેર કર્યા છે, ત્યારે અમદાવાદમાં સોશિયલ મીડિયા થકી એક સગીરાને બદનામ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ સાઈબર ક્રાઈમે આ મામલે એક મહિલા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Ahmedabad Cyber Crime

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેરમાં રહેતી એક સગીરાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર અપલોડ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સગીરાને કોલગર્લ બતાવીને “Rate ₹ 2500, Call Me”નું લખાણ લખવામાં આવ્યું હતું. જેના કારણે સગીરા પર ફોનનો મારો શરૂ થઈ જતાં તેણે કંટાળીને સાઈબર ક્રાઈમની મદદ લીધી હતી.

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓનું પોસ્ટર જાહેર કરી કહ્યું- ‘બુઆ નહીં બેટી ચાહીયે..!’ Ahmedabad Cyber Crime

આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને સગીરાને બદનામ કરનારી 32 વર્ષની રાધા ખચ્ચૂસિંગ નામની મહિલાને ગોતાથી ઝડપી પાડી હતી. રાધાની પૂછપરછમાં સામે આવ્યું કે, તે 4 વર્ષ અગાઉ દિલ્હીથી અમદાવાદ આવી હતી. જ્યાં તે સગીરાના પિતા સાથે સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જો કે પાછળથી બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાધાએ ફેસબુક પર સગીરાનો ફોટો અપલોડ કરીને બિભત્સ લખાણ લખીને તેને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. Ahmedabad Cyber Crime

હાલ તો સાઈબર ક્રાઈમની ટીમે સગીરાના પિતા સાથે તકરાર થતાં તેમના પરિવારને બદનામ કરવા માટે કાવતરૂ રચનારી મહિલાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફોટો)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat