Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વીકેન્ડ કરફ્યુ

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વીકેન્ડ કરફ્યુ

0
206
  • આગામી આદેશ ન આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે
  • કરફ્યૂનો અમલ રાજ્યમાં માત્ર અમદાવાદ પુરતો
  • અમદાવાદમાં કોરોના વધતા, હોસ્પિટલો ફૂલ થતા લાદ્યો કરફ્યૂ

અમદાવાદઃ અમદાવાદમાં એક દિવસ પહેલાં જ ના પાડી સરકારે રાત્રિ કરફ્યૂ લાદી દીધો. શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે તારીખ 20 નવેમ્બર શુક્રવાર રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે.  Ahmedabad રાજીવ ગુપ્તાએ ગુરુવારે પરિપત્ર બહાર પાડી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર રાજ્યમાં અમદાવાદ પુરતો છે. બીજા શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો નથી. નવો આદેશ બહાર ન પડાય ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રખાશે. Ahmedabad Curfew

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રાત્રિ કરફ્યૂમાં લોકોએ કામ વગર બહાર નીકળવું નહીં. જો તેઓ પાલન નહીં કરે તો પોલીસ કાર્યવાહી કરશે. Ahmedabad Curfew

બુધવારે લોકડાઉન લાદવાનો ઇનકાર કર્યો હતો

રાજીવ ગુપ્તાએ ગુરુવારે સાંજે 6 વાગે અચાનક રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી દીધી. હતી. અગાઉ ગઇ કાલે જ તેમણે અને AMCએ અમદાવાદમાં લોકડાઉન લાદવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં લોકોને આવી અફવાઓ સામે નહીં દોરાવવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે 48 કલાકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. દિવાળીના તહેવારોમાં કોરોના સંક્રમણ વધતા કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. Ahmedabad Curfew

અસારવા સિવિલ કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કુલ મળીને 400 વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સોલા સિવિલમાં 400 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વકરતા કેન્દ્ર સરકાર હરકતમાં, દિલ્હીથી તબીબોની ટીમ આવશે

આ સિવાય અમદાવાદ શહેરના ગાંધીનગરના નજીક આવેલ વિસ્તારો જેવા કે, સાબરમતી, ચાંદખેડા, મોટેરા વગેરે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ 100 વધુ પથારીઓની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારી હોસ્પિટલમાં કુલ-900 વધુ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. Ahmedabad Curfew

 

સરકારી પરિપત્રના મુખ્ય મુદ્દા

  • -અમદાવાદ શહેરમાં આવતીકાલે 20 નવેમ્બર 2020થી સોમવારે સવારે છ સુધી 60 કલાકનો કરફ્યુ.
  • રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો  બીજી સૂચના ના મળે ત્યાં સુધી કરફ્યૂનો અમલ.
  • – અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં પણ 400 પથારીની વ્યવસ્થા.
  • – અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં 2237 અને ખાનગી હોસ્પિટલમાં 400 પથારીઓ એમ કુલ 2637 પથારીઓ ખાલી છે.
  • – શહેરકોરોનાના દર્દીઓને હોસ્પિટલાઇઝેશન માટે સેવા પુરી પાડતી 108 ઇમરજન્સી સર્વિસની હયાત 20 એમ્બ્યુલન્સ ઉપરાંત 20 વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા.
  • – રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર માટે વધુ 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુ઼ડન્ટની ફાળવણી કરવામાં આવી.
  • – તદઉપરાંત સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્ક પહેરવાની કડક અમલવારીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
  • -લોકોને સહયોગ આપવા અને અફવાઓથી દૂર રહેવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
  • અમદાવાદમાં કોરોનાના કેસ 46 હજારને પાર

    અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ 46 હજારની પાર થઇ ગઇ છે. અમદાવાદમાં કોરોનાના 46,022 પોઝિટિવ કેસ છે. અમદાવાદમાં 18 નવેમ્બરે 220 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે અમદાવાદમાં આ મહામારીને કારણે 1,950 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.