Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં વધી શકે છે કફર્યું, આવતીકાલે થઈ શકે છે જાહેરાત

અમદાવાદમાં વધી શકે છે કફર્યું, આવતીકાલે થઈ શકે છે જાહેરાત

0
408

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિ છે. દિવાળીની રજાઓમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉછાળો આવવાને કારણે સરકાર હરકતમાં આવી ગઇ છે અને અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવાર વહેલી સવાર સુધી 57 કલાકનો કરફ્યૂનો આદેશ આપ્યો હતો. 57 કલાકનો કરફ્યૂ પુરો થયા બાદ અમદાવાદમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ કરવામાં આવે તેની તૈયારીઓ ચાલી રહી છે. Night curfew

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે. હોસ્પિટલોમાં બેડો ખુટી પડતા સરકારે બેડોની સંખ્યામાં વધારો કરવો પડ્યો છે. આ સ્થિતિને અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકારે ગુરૂવાર સાંજે શુક્રવાર રાતથી સોમવાર વહેલી સવાર સુધી અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરી હતી. સરકારે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓને બંધ રાખવાનો હુકમ કર્યો હતો. જેના કારણે લોકોની અવર જવર ટાળી શકાય. બજાર, મલ્ટીપ્લેક્સ અને દુકાનો બંધ થવાને કારણે ભીડ થતી હતી તે પણ નહીવત થઇ ગઇ છે. 57 કલાકના કરફ્યૂના કારણે લોકો ઘરમાં બેસશે અને તેમાં પણ શનિ અને રવીની રજાના કારણે જ સરકારે કરફ્યૂનો નિર્ણય લીધો હતો. જેના કારણે કોરોનાની વિસ્ફોટક સ્થિતિ હતી જેને અંકુશમાં લાવી શકાય. Night Curfew

આ પણ વાંચો: Ahmedabad Curfew: અમદાવાદમાં રસ્તાઓ બન્યા સુમસામ, ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સરકારે અમદાવાદ ઉપરાંત રાજ્યના ત્રણ અન્ય શહેરો વડોદરા, રાજકોટ અને સૂરતમાં પણ રાત્રિના 9થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે અને તેની અમલવારી આજ રાતથી શરૂ થઇ જશે. અમદાવાદમાં સોમવાર સવારે 6 વાગ્યે 57 કલાકનો કરફ્યૂ પુરો થયા બાદ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાની વિચારણા ચાલી રહી છે અને તેનો ટુંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સૂરતમાં પણ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલી બનાવાશે. જેના કારણે રાત્રિ બજારોમાં જે ભીડો જામતી હતી, ચાની દુકાનો, રેસ્ટોરન્ટ જે ખુલ્લી રહેતી હતી તે બધી હવે 9 વાગ્યે બંધ થઇ જશે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર 30 નવેમ્બર સુધી રાત્રિ કરફ્યૂને અમલી બનાવે તેવી સંભાવના છે. Night Curfew