Gujarat Exclusive > ગુજરાત > Ahmedabad Curfew: અમદાવાદમાં રસ્તાઓ બન્યા સુમસામ, ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Ahmedabad Curfew: અમદાવાદમાં રસ્તાઓ બન્યા સુમસામ, ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0
104

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં ધરખમ ઉછાળો થતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. અમદાવાદમાં કરફ્યૂમાં રસ્તાઓ સુમસામ બની ગયા છે અને ઠેર ઠેર પોલીસના જવાનોનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અમદાવાદના રસ્તા પર એકલ દોકલ વાહનોની અવર જવર જોવા મળી રહી છે. પોલીસ તમામ વાહનોની ચેકિંગ કરી રહી છે. અમદાવાદીઓએ પણ કરફ્યૂમાં જાતે જ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારમાં કરફ્યૂમાં બહાર ફરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. Ahmedabad Curfew

જુહાપુરા માં જાહેર રોડ પર કરફયૂ લાગુ થયા હોવા છતાં બિન્દાસ્ત રોડ પર ફરતા ઇસમને વેજલપુર પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી હતી.