Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: AMCની સુચના બાદ પોલીસે ત્રણ દરવાજા બજાર ખાલી કરાવી દીધું

અમદાવાદ: AMCની સુચના બાદ પોલીસે ત્રણ દરવાજા બજાર ખાલી કરાવી દીધું

0
92

અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ આજે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. જો કે, ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ હોવાના કારણે સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે એએમસી દ્વારા હાલ બજાર બંધ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રકઝક અને સમજાવટ બાદ તમામ ફેરિયાઓ દ્વારા માર્કેટ બંધ કરવાનાં તંત્રના નિર્ણય સાથે સંમત થયા હતા. તમામને હાલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા હટાવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો:

કરફ્યૂમાં રેલવે-વિમાની મુસાફરોને આવવા-જવા રાહતઃ કાલુપુર રેલવે સ્ટેશનો 34 બસો મૂકાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેવામાં તહેવારો સમયે અહીં ખુબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તેને લઈને તંત્ર દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીંના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જેને લઇને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે. જેને લઇને ભીડને નિયંત્રિત કરવા માટે હાલ માર્કેટ બંધ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ આંખ કરી છે. અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો તો તેનો સીધો ઓન ધ સ્પોટ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો તો તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને જો પોઝિટિવ આવ્યો તો સીધો હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે.