Gujarat Exclusive > ગુજરાત > ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

0
170
  • અમદાવાદમાં 57  કલાકનો કરફ્યૂ

  • શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ બંધ

  • જીવન જરૂરી વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે

અમદાવાદમાં રાજ્ય સરકારે કોરોના કેસ વધતા શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં દિવાળીના તહેવારમાં કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો હતો. સરકાર અવાર નવાર કહેતી હતી કે રાજ્યમાં લોકડાઉન નહી લાગે પણ અચાનક ગુરૂવાર સાંજે 5.30 વાગ્યે કરફ્યૂની જાહેરાત કરી લોકોને ફરી અસમંજસમાં મુકી દીધા હતા. Ahmedabad Curfew

સરકારના રાત્રે એક પછી એક ચોકાવનારા નિર્ણય

અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ ગુરૂવાર સાંજે 5.30 વાગ્યે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે અચાનક જ 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરી નાખી હતી. આ પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવાના નિર્ણયને લઇને પત્રકાર પરિષદ સંબોધતા હતા. આ દરમિયાન તેમણે કોઇનો ફોન આવતા તેઓ તુરંત જ પત્રકાર પરિષદને અધવચ્ચે મુકીને ચાલતા બન્યા હતા. જોકે, મોડી રાત્રે ફરી નિર્ણય લેવામાં આવ્યો કે સ્કૂલ-કોલેજોને ખોલવામાં નહી આવે. સરકારના અણઘડ નિર્ણયને કારણે લોકોએ મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે. Ahmedabad Curfew

સરકાર ઉંઘી, લોકો જાગતા રહ્યા

જો સરકારે સમયસર કોરોના મહામારીને લઇને પગલા ભર્યા હોત તો અમદાવાદમાં કોરોનાના કેરને રોકી શકાયો હોત પણ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં 8 દિવસમાં જ 8 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે આ મહામારીને કારણે 45 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કરફ્યૂ લાદ્યો તે એક જાતની તાળાબંધી જ છે. અચાનક નોટબંધી જેવી સરકારની કરફ્યૂની જાહેરાતથી આખી રાત લોકો ઉંઘી શક્યા નહતા અને જાગતા રહ્યા હતા. Ahmedabad Curfew

આ પણ વાંચો: અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વીકેન્ડ કરફ્યુ

સાવચેત રહો, ઘરની બહાર ના નીકળો Ahmedabad Curfew

57 કલાકના કરફ્યૂની જાહેરાતથી લોકોની બજારમાં ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે અને લોકોને ઘરની બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકડાઉનની જેમ કરફ્યૂમાં પણ જીવન જરૂરી સામાન લેવા માટે બજારમાં ભીડ ભેગી થઇ જાય છે જેને કારણે કોરોનાના કેસમાં વધારો થાય છે. જોકે, કરફ્યૂ દરમિયાન દૂધ, દવાની અને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. અમદાવાદમાં લગાવવામાં આવેલો 57 કલાકનો કરફ્યૂ ટ્રેલર હોય તેમ લાગી રહ્યુ છે, ઠંડી વધતા દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે આગામી દિવસોમાં પણ આવી કડક તાળાબંધી આવે તો નવાઇ નહી! માટે આપણે સાવચેત રહેવાની વધુ જરૂર છે. Ahmedabad Curfew