Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ફફર્યુંના પ્રથમ દિવસે પોલીસે જાહેરનામાં ભંગના 117 કેસ દાખલ કર્યા

અમદાવાદ: ફફર્યુંના પ્રથમ દિવસે પોલીસે જાહેરનામાં ભંગના 117 કેસ દાખલ કર્યા

0
44

અમદાવાદ: અમદાવાદ શહેરમાં 57 કલાકના ફફર્યુંમાં પોલીસે જાહેરનામાં ભંગના 117 કેસ દાખલ કર્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ રાઉન્ડ ધ ક્લોક કર્ફ્યૂનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.લોકો બિનજરૂરી બહાર નિકળી રહેલા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ શહેરમાં કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરુરી પોતાના ઘરમાંથી બહાર ન નિકળવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં શહેરમાં કફર્યુંના ભંગ કરનારા 117 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જો કે, પોલીસ દ્વારા ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પાલન કરાવવામાં આવી રહ્યું છે.

શહેરના એસજી હાઇવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, સરખેજ રિંગરોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ 117 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 130 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના તમામ વિસ્તારો જડબેસલાક બંધ, બહારથી આવેલા મુસાફરો કફર્યુંમાં અટવાયા

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ,એસઓજી અને ટ્રાફીક શાખા પોલીસ અને તમામ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોઇ સામે મળી આવે તો પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓનાં ચેકિંગ કરીને યોગ્ય કારણ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીવન જરૂરી વસ્તુઓને છુટ આપવામાં આવી છે. જેમાં દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પંટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપની, ઇલેક્ટ્રોનિક કે પ્રિંટ મીડિયા કર્મચારી, પાણી સપ્લાય કરનારા લોકો સાથે સંકળાયેલા લોકોને નિયમ આઇડી કાર્ડ કે ડોક્યુમેન્ટ જોઇને જવા દેવાશે. આ ઉપરાંત વિવિધ પરિક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ જોઇને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર આવેલા લોકોને આઇડી પ્રૂફ અને ટિકિટ જોયા બાદ જવા દેવામાં આવશે.

કફર્યુંમાં બહારથી આવેલા મુસાફરો અટવાયા

અમદાવાદમાં ગતરાત્રીના રોજથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી 57 કલાકનો કફર્યું જાહેર કરવામાં આવી દીધો છે. તો આ કફર્યુંમાં ઘણા એવા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર બહારથી આવેલા શહેરના રહેવાસી પોતાના ઘરે જવા માટે જ અટકી પડ્યા હતા. આ વચ્ચે કફર્યુંનો લાભ મેળવી ટેક્સી ચાલકો મનફાવે તેવા ભાવ પણ લઈ રહ્યા છે. જો કે, એએમસી દ્વારા મુસાફરોની અવર જવર માટે BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના કેસમાં વધારો થતા સેન્ટ્રલ ટીમ ગુજરાતના હોસ્પિટલોની મુલાકાતે

અમદાવાદમાં પોલીસ કરાવી રહી છે કરફ્યૂનો કડક અમલ

અમદાવાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરતા પોલીસતંત્ર કામે લાગી ગયું છે. શહેરની તમામ ચાર રસ્તા પર પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી દીધી છે અને લોકોને ઉભા રાખી તેઓની પુછતાછ પણ કરવામાં આવી રહી છે. શહેરના તમામ વિસ્તારોમા જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ જોવા મળી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર amts બસનો ખડકલો જોવા મળ્યો. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. 17 થી વધુ રૂટ પર 150 થી વધુ બસ મૂકાઈ છે.