Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના તમામ વિસ્તારો જડબેસલાક બંધ, બહારથી આવેલા મુસાફરો કફર્યુંમાં અટવાયા

અમદાવાદના તમામ વિસ્તારો જડબેસલાક બંધ, બહારથી આવેલા મુસાફરો કફર્યુંમાં અટવાયા

0
94

અમદાવાદમાં ગતરાત્રીના રોજથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી 57 કલાકનો કફર્યું જાહેર કરવામાં આવી દીધો છે. તો આ કફર્યુંમાં ઘણા એવા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર બહારથી આવેલા શહેરના રહેવાસી પોતાના ઘરે જવા માટે જ અટકી પડ્યા હતા. આ વચ્ચે કફર્યુંનો લાભ મેળવી ટેક્સી ચાલકો મનફાવે તેવા ભાવ પણ લઈ રહ્યા છે. જો કે, એએમસી દ્વારા મુસાફરોની અવર જવર માટે BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ અટવાયા મુસાફરો

અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. મન ફાવે તેમ ભાડા માંગી રહ્યા છે. વહેલી સવારે આવેલી ફ્લાઇટના મુસાફરો BRTS બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મુકવામાં આવેલી BRTSમાં ગત મોડી રાતે 8થી સવારે 4 વાગ્યા સુધીમાં 9 ટ્રીપ અને 74 પેસેન્જર મળ્યા હતા. આજે સવારે 4થી બપોરે 11.30 સુધીમાં 9 ટ્રીપમાં 185 પેસેન્જર મળ્યાં છે.

અમદાવાદમાં પોલીસ કરાવી રહી છે કરફ્યૂનો કડક અમલ

અમદાવાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરતા પોલીસતંત્ર કામે લાગી ગયું છે. શહેરની તમામ ચાર રસ્તા પર પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી દીધી છે અને લોકોને ઉભા રાખી તેઓની પુછતાછ પણ કરવામાં આવી રહી છે. શહેરના તમામ વિસ્તારોમા જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ જોવા મળી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર amts બસનો ખડકલો જોવા મળ્યો. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. 17 થી વધુ રૂટ પર 150 થી વધુ બસ મૂકાઈ છે.