Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કરફ્યૂ: અમદાવાદમાં પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટી પડ્યા, મોં-માંગ્યા આપ્યા દામ

કરફ્યૂ: અમદાવાદમાં પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટી પડ્યા, મોં-માંગ્યા આપ્યા દામ

0
134

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે આજે શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યું જાહેર કરી દીધું છે, જેના કારણે લોકો પોતાના જીવન જરુરીયાતની વસ્તુ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, તો બીજી બાજુ અમદાવાદના પાન્ના ગલ્લા પર વ્યસનિઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વ્યસનિઓ પોતાના વ્યસન માટે સાગમટે પાન મસાલા અને સિગારેટની ખરીદી કરી લીધી છે. Ahmedabad Curfew

હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા કફર્યું જાહેર કરવામાં આવી દીધું છે. જેને લઈ પાનના ગલ્લાઓ પણ સોમવાર સુધી બંધ રહેવાના હોવાથી તમામ ગલ્લાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. થોડાક મહિનાઓ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ, ત્યારે શહેરમાં પાન મસાલાની કિંમતમાં વેપારીઓ દ્વારા ઘરખમ વધારે કરી દેવામાં આવ્યો હતો. ઘણા ગલ્લાવાળા મન ફાવે તેમ ભાવ લઈ રહ્યા હતા. ત્યારે આજ ભયના કારણે વ્યસનિઓ હમણાથી જ પોતાના વ્યસનનું સ્ટોક ભેગી કરી રહ્યા છે. Ahmedabad Curfew

આ પણ વાંચો: 925 બોન્ડેડ ડોકટરોને બે દિવસમાં મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા ફરમાન

માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ Ahmedabad Curfew

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લાલ આંખ કરી છે. અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો તો તેનો સીધો ઓન ધ સ્પોટ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો તો તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને જો પોઝિટિવ આવ્યો તો સીધો હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે.