અમદાવાદ: અમદાવાદના CTM વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ જાણે કે આપઘાત કરવાનું સ્થળ બની ગયો હોય તેવું લાગે છે. શહેરમાં ફરી એક વખત આ બ્રિજ પરથી છલાંગ લગાવીને મોતને ભેટવાની ઘટના સામે આવી છે. શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ પડતું મૂક્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે, ત્યારે ડબલ ડેકર બ્રિજ પરથી એક આધેડ મહિલાએ ઝંપલાવ્યું છે.
Advertisement
Advertisement
એક મહિનામાં બ્રિજ પરથી પડતું મૂકવાની ચોથી ઘટના
છેલ્લા એક મહિનામાં બ્રિજ પરથી પડતું મૂકવાની આ ચોથી ઘટના બની છે. એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને મહિલાને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લગભગ 15 દિવસ અગાઉ આ સીટીએમ બ્રિજ પરથી 12 વર્ષનાં એક બાળકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેના સદનસીબે આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બાળકને આપઘાત ન કરવા માટે સમજાવ્યો હતો. જોકે આ બાળક કયા કારણસર આપઘાત કરવા માંગતો હતો તે હજુ જાણવા મળ્યું નથી.
અગાઉ એક યુવતીએ આ બ્રિજ પરથી જ ઝંપલાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ એક યુવતીએ આ જ બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. થોડા દિવસ પહેલા બપોરના પોણા ત્રણની આસપાસ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી કે, કોઈક યુવતીએ સીટીએમ બ્રિજ પરથી નીચે કૂદકો માર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી. ત્યારે યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ લોહી વહી રહ્યું હતું. એના બંને પગે ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Advertisement