Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: ઠકકરનગર બ્રિજ નીચે ફાયરિંગ કરી રૂ.30 હજારની લૂંટ

BREAKING: ઠકકરનગર બ્રિજ નીચે ફાયરિંગ કરી રૂ.30 હજારની લૂંટ

0
163

Ahmedabad Crime News

અમદાવાદ: મેઘાણીનગરની રૂ.1.78 કરોડની લૂંટની ઘટના બાદ ઠકકરનગર બ્રિજ નીચે આવેલી પાન મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સના સંચાલક પર આજે બપોરે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. બાઈક પા આવેલા ત્રણ લૂંટારુઓએ ફાયરિંગ કરી રૂ.30 હજારની અંદાજીત રકમની લૂંટ ચલાવ્યાની વિગતો બહાર આવી છે. બનાવને પગલે કૃષ્ણનગર પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. બાઈક પર આવેલા ત્રણ લૂંટારું ફરાર લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા છે. આ બનાવને લઈ પોલીસે ફરારા આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં કોરોના રસીને લઈ નીતિન પટેલનું મહત્વનું નિવેદન Ahmedabad Crime News

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9