Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગોમતીપુરમાં મોબાઈલ ખોવાઈ જવાની શંકા રાખી ત્રણ વ્યક્તિએ યુવકને ઘા માર્યા

ગોમતીપુરમાં મોબાઈલ ખોવાઈ જવાની શંકા રાખી ત્રણ વ્યક્તિએ યુવકને ઘા માર્યા

0
2

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ નાની બાબતને લઈ મોટા ઝગડાઓ થતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં મોબાઈલ ફોન ખોવાઈ જવાની બાબતે ત્રણ યુવકોએ એક યુવકના ઘરમાં ઘૂસી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવને લઈ ગોમતીપુર પોલીસે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ગામતીપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની ખાતે રાયપુર મીલ પાસે રહેતા ભાવેશકુમાર મહેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.26)એ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની ખાતે રહેતા પપ્પુ ઉર્ફે પોળોતથા ભાવેશભાઇ સરદાર અને રાકેશ સરદાર સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 25 નવેમ્બરના રોજ રાતે ઘરે જમતા હતા આ સમયે આરોપીઓ તેમના ઘરે ગયા હતા અને તે મોબાઇલ કેમ લીધો છે તેમ કહીને ગંદી ગાળો બોલી હતી. તેમને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

જો કે, થોડાક સમય બાદ અન્ય એક વ્યકિતએ મોબાઈલ મળી ગયાની માહિતી આરોપીઓને આપી હતી. જેથી ફરિયાદીએ આ અંગે કહ્યું કે મને કેમ માર્યો તેમ કહેતા આરોપીઓએ તુ શુ કરી લઇશ કહીને ફરીથી હુમલો કર્યો હતો. ઉશ્કેરાઈ છરી મારવા જતાં ફરિયાદી યુવકની માતા છોડાવવા વચ્ચે પડતાં તે ઘાયલ કરીને આરોપીઓ જતા રહ્યા હતા. બાદમાં મધરાતે પરત આવીને ફરીથી મારા મારી કરીને છરીથી હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat