Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કલરકામ કરવા આવેલા કારીગરે મહિલાને બાથમાં લીધી

અમદાવાદ: કલરકામ કરવા આવેલા કારીગરે મહિલાને બાથમાં લીધી

0
145

અમદાવાદ શહેરના ચાંદખેડામાં કલરકામ માટે આવેલો કારીગરે મકાનમાલિકની બેહનને રૂમમાં બળજબરી પૂર્વક લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ બળજબરી કરી રહેલા યુવકના કાન પર બચકું ભરી લેતાં તે દુષ્કર્મથી બચી ગઈ હતી. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડામાં રહેતી યુવતી તેની બહેનના ઘરમાં કલરકામ ચાલતું હતું ત્યારે મદદ માટે ગઈ હતી. ઘરમાં કલરકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રોજની જેમ જ કારીગરો સમયસર આવતાં હતાં. જેથી યુવતી પણ જ્યાં કલરકામ ચાલતુ હતું ત્યાં નજર રાખવા માટે ગઈ હતી. ખૂબ સ્વરૂપવાન મહિલા હોવાથી આ કારીગર પૈકીનો એક કરીગર તેને ખરાબ નજરથી રોજ જોતો હતો.

કામના સમયે અન્ય કારીગરો કામથી જ બહાર ગયા હતાં ત્યારે પક્કડ નામનો યુવક ઘરમાં કામ કરતો હતો. આ દરમિયાન યુવતી ઘરના બીજા રૂમમાં હતી. તેને એકલી જોઈને પક્કડ તેની પર ખરાબ નજર રાખીને તેની તરફ આવ્યો અને યુવતી કઈ સમજે તે પહેલાં જ તેને પોતાના આલિંગનમાં લઈને અન્ય રૂમમાં ખેંચી ગયો હતો. જ્યાં અવાજ બહાર જતો ન હતો જેથી પક્કડ સાથે અશ્ચિલ હરકત કરવા લાગ્યો હતો.

આ પક્કડ નામના કારીગરે તમામ હદ વટાવીને નિશાના કપડાં ઉતારવા બળજબરી કરતા યુવતીએ પક્કડના કાન પર બટકું ભરી લીધું હતું. પક્કડને બટકું ભરતા યુવતી તેનાથી છટકીને બહાર નીકળી ગઈ અને બુમો પાડવા લાગી હતી. જેથી પક્કડ ત્યાંથી ભાગી ગયો હતો. હાલ પોલીસે આ અંગે નિશાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat