Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > SG હાઇવે પર ફાયરિંગ કરનાર Maya Donએ મોન્ટુ નામદાર પાસે 50 લાખની ખંડણી માંગી

SG હાઇવે પર ફાયરિંગ કરનાર Maya Donએ મોન્ટુ નામદાર પાસે 50 લાખની ખંડણી માંગી

0
725

અમદાવાદમાં માફિયા રાજઃ ખંડણીખોરો દ્વારા મંગાતી ખંડણી અને અપાતી ધમકી

ગિરીશ નામદારની હત્યાના આરોપી સચિને માયાને મોન્ટુનો નંબર આપ્યો: કુખ્યાત માયા વિરુદ્ધ 12 ગુના

અમદાવાદઃ સબ સલામતનો દાવો કરતાં ગુજરાતમાં માફિયા રાજ બેફામ બન્યું છે. કુખ્યાત માયા ડોન (Maya Don)નો આતંક વધી રહ્યો છે. સોલા વિસ્તારના કુખ્યાત પ્રદીપ ઉર્ફ માયા ડોનએ નામદાર પરિવારના મોન્ટુ નામદારને ફોન કરી  50 લાખ રુપિયાની ખંડણીની માંગણી (ahmedabad-crime-mafia-extortion) કરી હતી.

પૈસા નહિ આપે તો તારા પુત્ર પ્રિન્સને ઉઠાવી જઈ હાથ પગ તોડી નાંખીશ તેવી ધમકી માયા ડોનએ મોન્ટુ નામદારને આપી હતી.પ્રદીપ ઉર્ફ માયા ડોન વિરુદ્ધ શહેરના સેટેલાઇટ, નારણપુરા, સોલા સહિતના પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા છે.

Maya Donને મોન્ટુ નામદારનો નંબર કોણે આપ્યો

પ્રદીપ ઉર્ફ માયા ડોન (Maya Don)ને ગિરીશ નામદારની હત્યા કરનાર આરોપી સચિન નામદારે (ahmedabad-crime-mafia-extortion)જ મોન્ટુ નામદારનો નંબર આપ્યો હતો. ગિરીશ નામદારનો મોન્ટુ ભત્રીજો થાય છે. નામદાર પરિવાર વચ્ચે વર્ષોથી ચાલતા કૌટુંબિક વિવાદમાં ફરી ભડકો થયો છે.

ઈસનપુર વિસ્તારમાં રહેતાં પ્રિન્સ મોન્ટુભાઈ ગાંધી (નામદાર)એ આરોપી પ્રદીપ ઉર્ફ માયા ડોન (Maya Don)બ્રહ્મપ્રકાશ યાદવ અને પવન ઉર્ફ સચિન નામદાર વિરુદ્ધ 50 લાખની ખંડણી માંગી ઉઠાવી જઈ હાથ પગ તોડી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇસનપુર વિસ્તારમાં રહેતાં અને વટવા રિંગ રોડ(ahmedabad-crime-mafia-extortion) પર ગામડી જવાના રસ્તા પર પ્રિન્સ ફાર્મ ધરાવી ખેતીવાડીનો વ્યવસાય કરતા પ્રિન્સ મોન્ટુ નામદાર  પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બરના રોજ પ્રિન્સ તેના પિતા મોન્ટુ નામદાર સાથે ફાર્મમાં બેઠો હતો.

તે સમયે રાત્રીના 9 વાગ્યે મોન્ટુ નામદારના મોબાઈલ ફોન પર પ્રદીપ ઉર્ફ માયા ડોનનો ફોન આવ્યો હતો.

Maya Donએ શેની ધમકી આપી

પ્રદીપએ મોન્ટુભાઈને જણાવ્યું કે, મને તારો નંબર પવન ઉર્ફ સચિન ગાંધી (નામદાર)એ આપ્યો છે. મને સચિનએ કીધું છે કે મોન્ટુ બહુ પૈસા કમાયો છે. જેથી તારે 50 લાખની (ahmedabad-crime-mafia-extortion)ખંડણી આપવી પડશે. નહિ તો તારા પુત્ર પ્રિન્સને ઉઠાવી જઈ હાથ પગ ભાંગી નાંખીશ.

મોન્ટુભાઈએ બનાવની જાણ પુત્રને કરી હતી. દરમિયાનમા પૌત્રની તબિયત ખરાબ થતાં તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યારે પુત્ર પ્રિન્સ અને મોન્ટુભાઈના પત્ની વટવા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જેતે સમયે પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પ્રિન્સ ગાંધીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ઓફિસે રજૂઆત કરતાં વટવા પોલીસે ગત ગુરુવારે રાત્રે આરોપીઓ વિરુદ્ધ 18 દિવસ બાદ ગુનો દાખલ કર્યો હતો.

મોન્ટુ નામદારના કાકાની હત્યા કોણે કરી હતી

પવન ઉર્ફ સચિન નામદાર, રાજુ નામદાર સહિતના (ahmedabad-crime-mafia-extortion)આરોપીઓએ 26 વર્ષ અગાઉ મોન્ટુ નામદારના કાકા ગિરીશ નામદારની કૌંટુંબિક વિવાદમાં હત્યા કરી હતી. આ ગુનામા આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. સચિન નામદાર સજા ભરીને જેલમાંથી બહાર આવ્યો છે.

હાલમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. વટવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોન્ટુ નામદાર પર પણ જુગારની પ્રવૃત્તિઓને લગતા ઘણા કેસ થયા છે.

પ્રદીપ ઉર્ફ માયા ડોન 9Maya Don)સોલા વિસ્તારનો કુખ્યાત આરોપી છે. અગાઉ એસજી હાઇવે પર આરોપીએ એરગનમાંથી ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી. પ્રદીપ વિરુદ્ધ આર્મ્સ એકટ, મારામારી, પોલીસ પર હુમલો, ધાડ, ખંડણી જેવા12 જેટલા ગુના દાખલ થયેલા છે.