Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત હત્યાનો ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત હત્યાનો ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ

0
8

સુરતમાં થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાશે.

સુરતના અમરોલી વિસ્તારમાં થયેલ મર્ડર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ભેદ ઉકેલી કાઢયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણીના આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો રહેવાસી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનો આરોપીઓએ હત્યા કરી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીની આધારે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

બંને ઈસમોએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકોની ધરપકડ કરી તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat