Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા DCP તરીકે ચૈતન્ય માંડલિક, પ્રેમવીરસિંહની JCP ક્રાઇમ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા DCP તરીકે ચૈતન્ય માંડલિક, પ્રેમવીરસિંહની JCP ક્રાઇમ

0
205
  • અમદાવાદ રેન્જના આઈજી તરીકે વી. ચંદ્રશેખરની નિમણૂંક Branch DCP Chaitanya Mandlik

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગે આજે શુક્રવારે મોડી સાંજે 6 IPS અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. જ્યારે ત્રણ આઈજી લેવલના અધિકારીઓને એડિશનલ ડીજીમાં ભરતી આપીને તે જ જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તરીકે ચૈતન્ય માંડલિકની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે જેસીપી ક્રાઇમ તરીકે અમદાવાદ સ્પેશલ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહની નિમણૂંક કરવામાં આવી છે. Branch DCP Chaitanya Mandlik

રાજ્યના ગૃહવિભાગે છ IPS અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. જેમાં 1998 બેંચના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી જેસીપી અમિત વિશ્વકર્માને એટીએસમાં બદલી કરવામાં આવી છે. તેમને કોસ્ટલ સિક્ટોરિટીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 2000 બેચના આઈજીપી વી ચંદ્રશેખરને અમદાવાદ રેન્જ આઈજી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. 2005 બેંચના અમદાવાદ શહેર એડિશનલ સીપી પ્રેમવીરસિંહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડીઆઈજી પ્રેમવિરસિંહના અમદાવાદ શહેર સ્પેશિયલ બ્રાન્ચનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

2008 બેન્ચના ટેક્નિકલ સર્વિસિસના એસપી નિરજ બડબૂજરને સાબારકાંઠા એસપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. 2001 બેન્ચના સાબાારકાંઠા એસપી ચૈતન્ય માંડલિકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. એસઆરપી ગ્રુપ 8 ગોંડલના કમાન્ડન્ટ જગદીશ ચાવડાને આઈબીમાં મૂકવામાં આવ્યા છે. Branch DCP Chaitanya Mandlik

આ પણ વાંચો: મંદિરના શરણમાં AIMIMના નવ નિયુક્ત ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા

આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગે 1996 બેન્ચના ત્રણ આઈપીએલ અધિકારીઓને આઈજી કેડરમાંથી એડિશનલ ડીજી કેડરમાં બઢતી આપી છે. જેમાં લો એન્ડ ઓર્ડરના આઈજી નરસિમ્હા કોમરને એ જ જગ્યા પર એડિશનલ ડીજી બનાવ્યાછે. આર્મ સિરિટ રાજકોટના આઈજી પીકે રોશનને એડિશનલ ડીજદી બૂનાનનામાં આવ્યા છે. તેવી જ રીતે સુરત રેન્જના આઈજી એસ પાંડ્યા રાજકુમારને સુરત રેન્જના એડિશનલ ડીજી બનાવ્યા છે. Branch DCP Chaitanya Mandlik

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9