Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માતાની હત્યા કરનાર 18 વર્ષીય પુત્રીના કોર્ટે જામીન ફગાવ્યા

માતાની હત્યા કરનાર 18 વર્ષીય પુત્રીના કોર્ટે જામીન ફગાવ્યા

0
101
  • કોર્ટે કહ્યું કે આરોપી જામીન પર મુક્ત થઇ સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં કરી શકે છે Ahmedabad Court

  • આરોપી પુત્રીએ નાના ભાઈની હાજરીમાં જ માતાની હત્યા કરી હતી

અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માતાની હત્યા કરવાના કિસ્સામાં સ્થાનિક કોર્ટે 18 વર્ષીય આરોપી પુત્રીના જામીન ફગાવી દીધા છે. કોર્ટે આરોપી પુત્રીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આરોપી સામે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની શકયતા છે, જેથી હાલ તેને જામીન આપી શકાય નહિ. Ahmedabad Court

સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપી પુત્રીએ તેની માતાની હત્યા કરી છે અને ત્યારબાદ આ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પુત્રી એક યુવાન સાથે સંબંધમાં હતી જે તેની માતાને પસંદ ન હતું. ત્રણ વર્ષ પહેલાં આરોપી પુત્રી આ યુવક સાથે ભાગી છૂટી હતી અને ત્યાર બાદથી તે માતાથી અલગ રહેતી હતી.

આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

ચાલું વર્ષે 21મી જૂનના રોજ આરોપી પુત્રી અમરાઈવાડી વિસ્તારમાં આવેલા તેની માતાના ઘરે પહોંચી અને તેના નાના ભાઈની હાજરીમાં જ તેની માતાની હત્યા કરી નાખી હતી. આરોપી યુવતીનો નાનો ભાઈ આ સમગ્ર ઘટનાનો નજરે જોનાર સાક્ષી છે. આ ઘટના બાદ પુત્રીની 28મી જૂનના રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. Ahmedabad Court

મૃતક મહિલાની બહેન દ્વારા આરોપી પુત્રી પર અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 302, 328, 450 અને અન્ય કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(નોંધ – આ મેટર સેન્સ્ટિવ અને આરોપીની ઉંમર નાની હોવાથી નામ ગુપ્ત રાખ્યું છે)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9