Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અમદાવાદમાં કોરોનાથી ખરેખર 17,436 લોકો મર્યા કે 1,673 જ મર્યાઃ કોંગ્રેસ

અમદાવાદમાં કોરોનાથી ખરેખર 17,436 લોકો મર્યા કે 1,673 જ મર્યાઃ કોંગ્રેસ

0
114
  • જો કોરોનાથી ફક્ત 1,673 લોકો મર્યા તો 17,436 લોકો કયા રોગથી મર્યાઃ કોંગ્રેસ
  • કોરોનામાં મોતના આંકડાઓમાં પણ તંત્રની છુપાછુપીની રમત કેટલા અંશે વ્યાજબી ?
  • કોરોના મહામારીમાં ભાજપા સરકારની અસંવેદનશીલતા : ડૉ. મનિષ દોશી

અમદાવાદઃ હવે કોરોના કાળમાં કોરોના (Corona) પોઝિટિવની સંખ્યામાં વિસંગતતા, આંકડાઓ છુપાવવા અને કોરોના કાળમાં મૃત્યુના આંકડાઓમાં તંત્ર દ્રારા ગોલમાલ થતી હોવાની માહિતી અધિકાર કાયદામાં ખુલ્લી પડી છે. ત્યારે, કોરોના મહામારીના સમયમાં મોતના આંકડાઓમાં પણ તંત્ર છુપાછુપીની રમત રમે તે કેટલે અંશે વ્યાજબી ? કોર્પોરેશન દાવો કરે છે કે અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધી 1,673 લોકો જ મર્યા છે, પરંતુ સ્મશાનગૃહ (Crematorium)ના આંકડા કંઇક અલગ ચિત્ર રજૂ કરે છે. એએમસી સંચાલિત સ્મશાનગૃહના કોરોનાથી મોતના આંકડા જોઈએ તો માર્ચમાં 2,685, એપ્રિલમાં 3,052, મેમાં 6,147, જુનમાં 4,697, પાંચ જુલાઈ સુધીમાં 584ના મોતનો આંકડો છે. હવે આટલાનો જ સરવાળો કરીએ તો આ આંકડો 17,483 પર પહોંચી જાય છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના બેકાબૂ, 100થી વધુ તબીબો સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

કોરોના મહામારીમાં ભાજપ (BJP) સરકારના અસંવેદનશીલતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક કોર્પોરેશન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત કોરોના કેસમાં આંકડાઓ અલગ અલગ આપે છે તે અનેક વખત માધ્યમોમાં સામે આવ્યું છે.

આંકડાની છુપાછુપીના ખેલમાં ભાજપ સરકારને શું ડર છે કે તેમનું ભોપાળુ બહાર આવશે ? સરકાર અન્ય વિભાગના આંકડાઓ જેવા કે, ખેડૂતોની આત્મહત્યા, રોજગારી, શિક્ષણનો વ્યાપ, શિક્ષકોની સંખ્યા, ડૉક્ટરોની ખાલી જગ્યા, સ્કોલરશીપના વિભાગના આંકડાઓમાં માયાજાળ રચે તે તો સામાન્ય થઇ ગયું છે. પણ હવે સરકાર કોરોના જેવી મહામારીમાં પણ મોતના આંકડા છુપાવે, સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો ઉત્તમ નમુનો જાહેર કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે,

”મે મહિનામાં કોરોના સંક્રમણ એકદમ પીક પર હતો તે સમયે અમદાવાદ મ્યુ.કોર્પો. સંચાલિત સ્મશાનગૃહમાં મરણની સંખ્યા 6,147, એટલે કે દર 24 કલાકે 204 મરણ નોંધાયા હતા.. જેમાં મે મહિનામાં દર કલાકે અમદાવાદ શહેરમાં નવ લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ એ.એમ.સી.ના ચોપડે મે મહિનામાં કોરોનાથી મોતની સંખ્યા 686 છે.”

માર્ચ મહિનામાં એ.એમ.સી. સંચાલિત સ્મશાનમાં 2,685 મૃત્યુ નોંધાયા. એટલે કે દિવસના 90 મરણ અને દર કલાકે ચાર વ્યક્તિના મોત સ્મશાનગુહમાં નોંધાયા. તેની સામે એ.એમ.સી. ના ચોપડે માત્ર ત્રણ વ્યક્તિના મરણની નોંધ છે. તે જ રીતે એપ્રિલ મહિનામાં 3052 મરણ સ્મશાનગૃહમાં નોંધાયા છે.

આ પણ વાંચોઃ COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

સરકાર બાકીના મૃત્યુ કયા રોગથી થયા તે જણાવે

એટલે કે, રોજના 101 મરણ અને દર કલાકે પાંચના મૃત્યુ થયા છે. એ.એમ.સીના ચોપડે કોરોનાથી 144 વ્યક્તિના મરણની નોંધ છે. જયારે જુન મહિનામાં 4,968 મરણ સ્મશાનગુહમાં નોંધાયા એટલે કે, જુન મહિનામાં રોજના 165 મરણ અને દર કલાકે સાતના મૃત્યુ થયા છે. એ.એમ.સી. ના ચોપડે કોરોનાથી 572 વ્યક્તિના મરણની નોંધ છે. તો બાકીના મૃત્યુ ક્યાં રોગથી થયા ? જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાથી 151 અને 117 વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે.

એએમસી શું કામ આંકડા છૂપાવે છે

તેમણે વધુમાં સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરાનાના સંક્રમણ બેકાબુ અને બીજી બાજુ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક કોર્પોરેશન સતત આંકડાઓ છુપાવે તે કેટલે અંશે વ્યાજબી ? અમદાવાદ શહેરમાં કોરોના મૃત્યુ દરમાં શુ વધારો થયો ? એએમસી ચોપડે કોરોનાથી ૧૬૭૩ લોકોના મોત, એએમસીના સ્માશગૃહના ચોપડે અધધધ મોતના આંકડાઓ છતાં એએમસી કોરોના નામે આંકડાઓ છુપાવી રહી છે ? આરટીઆઇમાં મળેલી માહિતીએ કોર્પોરેશન સહિત સરકારમાં ચાલતી પોલપોંલ ઉઘાડી પાડી દીધી છે.

આ પણ વાંચોઃ COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

આ ફક્ત સ્મશાનના આંકડા, કબ્રસ્તાનના તો છે જ નહી

દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ માત્ર અમદાવાદ શહેરમાં એએમસી સંચાલિત સ્માશન ગૃહના મરણના આંકડાઓ છે. અમદાવાદ શહેરના કબ્રસ્તાન, અન્ય કબ્રસ્તાન આંકડાઓની માહિતી એએમસી પાસે નથી. કેન્દ્ર સરકારના નિયમ મુજબ એએમસી ચોપડે મરણના દાખલા માટે તમામ કબ્રસ્તાન, સ્માશનગૃહ આંકડા હોય છે આર.ટી.આઈ.માં જાહેર થયેલ માહિતીથી સ્પષ્ટ છે કે એએમસી આરોગ્ય વિભાગ આંકડાઓ ખોટા આપી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.

એ.એમ.સી. સંચાલિત સ્મશાનગુહના મરણના આંકડા

મહિનો મુત્યુની સંખ્યા

માર્ચ 2685

એપ્રિલ 3052

મે 6147

જૂન 4968

5 જુલાઇ 584

એ.એમસીના ચોપડે નોંધાયેલા કોરોના મત્યુના આકડાં

માર્ચ 03

એપ્રિલ 144

મે 686

જૂન 572

જુલાઇ 151

ઓગસ્ટ 117

એએમસી માસ ડ્રાઇવ ઓફ એન્ટિજન ટેસ્ટિંગ ( મળતી માહિતી મુજબ )

વિસ્તાર ટેસ્ટની સંખ્યા કોરોના પોઝીટીવ

બોડકદેવ 7282 107

આંબલી 4947 83

ઓગણજ 7158 150

ચાંદલોડિયા 4983 112