Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ટેસ્ટિંગ પહેલા જ લોકો ગરમીથી માંદા પડે તેવી સ્થિતિ

અમદાવાદમાં ટેસ્ટિંગ પહેલા જ લોકો ગરમીથી માંદા પડે તેવી સ્થિતિ

0
45

અમદાવાદ શહેર કોરોનાના ભરડામાં આવી ગયું છે. દરરોજના કેસોમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે જેથી શહેરનીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જેથી એએમસી દ્વારા ટેસ્ટિંગ ડોમમાં પણ વધારો કરી દેવામાં આવ્ચો છે. ત્યારે ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને તડકામાં ઉભા રહી ટેસ્ટ કરાવવા માટે લોકો લાઈનમાં ઉભા નજરે જોવા મળી રહ્યા છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દેશીએ લોકોનું ટેસ્ટિંગ હાલ બંધ પડેલી શાળાઓમાં કરવા માટેની અપીલ કરી છે.

શહેરમાં કોરોનાના કેસ વધતા એએમસી દ્વારા ટેસ્ટિંગ ડોમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની ડોમમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ સરકારની કામગીરી અંગે કેટલાક આક્ષેપો કરીને લોકો માટે કેટલીક સુવિધાઓ કરવાની માગણી કરી છે.

આ અંગે ડો મનિષ દોશીએ જણાવ્યું છે કે, ટેસ્ટિંગ માટે લોકો સવારે 8 વાગે આવી જાય છે જ્યારે ડોક્ટરો 11 વાગ્યા પછી આવે છે. ટેસ્ટિંગની લાંબી લાંબી લાઈનો હોય છે, પણ મોનીટરીંગની કોઈ વ્યવસ્થા નથી. ટેસ્ટ કરાવનારનો બેથી ત્રણ કલાક પછી નંબર આવે છે. એવામાં ટેસ્ટ કરાવા આવતા સ્વસ્થ લોકો પણ આ લાંબી લાઈનોમાં ગરમીમાં ભારે તકલીફ અનુભવી રહ્યા છે.

કોરોના કેસ વધતા શહેરની બન્ને સિવિલ હોસ્પિટલ ફુલ

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ અસારવા સિવિલ ફુલ થઈ હતી અને આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે સાથે મૃતકઆંક પણ વધ્યો

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના પોઝિટિવ કેસ 6 હજારની પાર ગયા છે. રાજ્યમાં કોવિડ-19ના 6,021 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 55 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે સુરત શહેરમાં 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં પણ 7 લોકોના મોત થયા છે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 6 લોકોના મોત થયા છે. ભરૂચ-બોટાદ-સાબરકાંઠા અને સુરતમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ 55 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat