Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાના કેસો ઘટયા પણ અમદાવાદમાં વધ્યા

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટયા પણ અમદાવાદમાં વધ્યા

0
98
  • કોરોના કેસોમાં સતત ઉતાર ચઢાવ

  • અમદાવાદમાંથી 18 દૂર કરાયા, 9 ઉમેરાયાં

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1411 હતો. તેની સામે આજે સોમવારે 1404 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા ઘટી છે. જો કે અમદાવાદમાં 160ની સામે આજે 176 કોરોનાના કેસો નોંધાયા છે. ગુજરાતમાં કેસો ઘટયા છે પરંતુ અમદાવાદમાં કેસોનો વધારો નોંધાયો છે. જો કે અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દૂર કરાતાં વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાતાં વિસ્તારોમાં ઘટાડો થતો જાય છે.

આજે સોમવારે માત્ર 9 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. અમદાવાદમાં ખાસ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ, સરખેજ, વેજલપુર, જોધપુર, ચાંદલોડિયા ગોતા વિસ્તારોનો નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ થાય છે. આજે શહેરના બે ઝોન ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોન ચાર ચાર વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યા છે.

આ પણ વાંચો: ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 208 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 9 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 208 વિસ્તારોમાંથી 18 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 190 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 9 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 199 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં પશ્ચિમ ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોન, અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાર ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, સરખેજ, વેજલપુર, જોધપુર, ચાંદલોડિયા તથા ગોતા વિસ્તારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: AMCએ છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં 28 Unit seals કર્યા

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 29 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ગુજરાતમાં કેસો ઘટયા પણ અમદાવાદમાં વધ્યા.