Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોનાના એક દિવસનો આંકડો 5 હજારથી નીચે જતો જ નથી, વધુ 26નાં મોત

અમદાવાદમાં કોરોનાના એક દિવસનો આંકડો 5 હજારથી નીચે જતો જ નથી, વધુ 26નાં મોત

0
49

જો કે અમદાવાદમાં બુધવાર કરતા ગુરુવારે નવા કેસની સંખ્યા 414 ઘટી

અમદાવાદઃ કોરોનાએ અમદાવાદ (Ahmedabad Corona New cases) સહિત દેશના ઘણા શહેરોમાં અડ્ડો જમાવ્યો છે. અમદાવાદ જિલ્લા ખાસ કરીને શહેર વિસ્તારમાં કોરોનાના 24 કલાકમાં નવા કેસો કેટલાય દિવસોથી 5 હજારની નીચે જતા જ નથી. ગુરુવારે પણ જિલ્લામાં 5319 અને AMC હેઠળના વિસ્તારમાં 5258 કેસ નોંધાયા. જ્યારે 26 શહેરવાસી ભોગ બન્યા.

શહેરમાં અત્યારે 59,058 એકિટવ કેસ

બુધવાર કરતા ગુરુવારે 414 કેસનો ઘટાડો જરુર થયો. શહેરમાં અત્યારે 59,058 એકિટવ કેસ છે. કુલ કેસ 1,55,324 કેસ (Ahmedabad Corona New cases) નોંધાયા. તેમાંથી 90,713 લોકો સાજા થયા. ગુરુવારે આ આંકડો 2504નો છે. ૨૫ લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 2824 થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામ સિવાય લોકોને બહાર ના નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે હાલ જન્મ-મરણના ફીઝીકલ પ્રમાણપત્ર આપવાની પ્રથા મોકૂફ

29 એપ્રિલે શહેરમાં કુલ 25,276 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી. જેમાં 13,020 પુરૂષ અને12,256 મહિલાઓનો સામેલ છે.

ગુજરાતમાં 14,327 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 14,327 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 180 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં મોતનો આંકડો 7 હજારને પાર થઈ ગયો છે. જો કે, 9544 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોની સામે મૃત્યુઆંક પણ વધતો જોવા મળી રહ્યો છે. આજે 180 લોકોના મોત સાથે રાજયમાં અત્યાર સુધીમાં 7 હજાર લોકોના મોત થયા છે. રાજયનો રિકવરી રેટ પણ સતત ઘટતો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 572 દર્દીઓ છે અને 1,37,222 દર્દીઓની હાલત સ્થિર છે. Ahmedabad Corona New cases

અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના 24 કલાકમાં નોંધાયેલ કેસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં કોરોનાના 5319 કેસ, સુરતમાં કોરોનાના 2192 કેસ,વડોદરામાં 860 કેસ,રાજકોટમાં કોરોનાના 636 કેસ, મહેસાણા 511 કોરોના કેસ, જામનગરમાં 701 કેસ, ભાવનગરમાં 444 કોરોના કેસ,પાટણમાં કોરોનાના 241 કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ ધો.9 અને 11ના માસ પ્રમોશન આપવા અંગે શું માર્ગદર્શિકા જાહેર કરાઇ ?

બનાસકાંઠામાં 231 કોરોના કેસ,દાહોદમાં કોરોનાના 227 કેસ,સુરેન્દ્રનગરમાં કોરોનાના 227 કેસ, કચ્છમાં 186 કોરોના કેસ,ભરૂચમાં 185, ગાંધીનગર 349 કેસ,ખેડામાં 169 કેસ, જૂનાગઢમાં 293 કેસ,અમરેલી 146 કેસ, વલસાડ 130 કેસ, નવસારી 128 કેસ, આણંદ 125 કેસ કેસ, ગીરસોમનાથ 119 કેસ, પંચમહાલ 116 કેસ આવ્યા.

તાપીમાં 115 કેસ, મહિસાગર 105 કેસ, અરવલ્લી 93 કેસ, છોટાઉદેપુર 92 કેસ, મોરબીમાં 87 કેસ, સાબરકાંઠા 82 કેસ, નર્મદા 73 કેસ, દેવભૂમિ દ્વારકા 47 કેસ, પોરબંદર 42 કેસ, બોટાદ 35 કેસ અને ડાંગ 21 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat