Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: કોરોના ઇફેક્ટના લીધે અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9થી સોમવારે સવારના 6 સુધીનો કરફ્યુ

BREAKING: કોરોના ઇફેક્ટના લીધે અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9થી સોમવારે સવારના 6 સુધીનો કરફ્યુ

0
208

  ગાંધીનગરઃ રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી (Ahmedabad corona Curfew)સોમવારની સવારે છ વાગ્યા સુધી એમ સળંગ 60 કલાક માટે અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી દરરોજે રાત્રે નવ વાગ્યાથી દરરોજે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં દોઢ મહિના બાદ1 દિવસમાં 1300થી વધુ કોરોના કેસ નોંધાયા

  આનો અર્થ એમ થાય કે હવે અમદાવાદમાં શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાગુ પડશે. કરફ્યુ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

  અમદાવાદમાં આ અગાઉ પહેલી ઓગસ્ટે કરફ્યુ (Ahmedabad corona Curfew)હટાવાયો હતો. હવે કેસો વધવાના પગલે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ હવે જો કરફ્યુના સમયગાળા દરમિયાન રાત્રે બહાર દેખાશો તો કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે. હવે લાંબા સમય સુધી નાઇટ કરફ્યુ લાગુ પડે તેવી સંભાવના છે.

  આ પણ વાંચોઃ અમદાવાદ: કોરોના થયાના ડરથી મહિલાએ એસિડ ગટગટાવ્યું, સારવારમાં મોત

  અધિક સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ તેમની રાતની ટવિટમાં જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિની મોડેથી સમીક્ષા કરવામાં આવી હતી અને પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે શુક્રવાર 20મી નવેમ્બરના રાતના નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવે. આ સમયગાળા દરમિયાન ફક્ત દૂધ અને દવાની દુકાનોને જ ખુલ્લી રહેવા દેવાની છૂટ આપવામાં આવશે.