Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના કેસો વધતા અમદાવાદીઓ એલર્ટ, રાણીપ-સાબરમતીમાં આંશિક લૉકડાઉન

કોરોનાના કેસો વધતા અમદાવાદીઓ એલર્ટ, રાણીપ-સાબરમતીમાં આંશિક લૉકડાઉન

0
54

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. એમાંય અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. શહેરમાં પ્રતિદિન નોંધાતા નવા કેસો પોતાનો જૂનો રેકોર્ડ તોડી રહ્યા છે. એવામાં શહેરીજનો ખુદ જ એલર્ટ થઈ ગયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે શહેરના નાગરિકો સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. Ranip Lockdown

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લૉકડાઉન જ એક માત્ર વિકલ્પ હોવાનું શહેરીજનો પણ માનવા લાગ્યા છે. જેના પરિણામે વેપારી મંડળો, દુકાનદારોએ શનિ-રવિવારે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જો કે હવે શહેરના મોટા ભાગના બજારોમાં દુકાનદારોએ બપોર પછી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

સાબરમતી વિસ્તારમાં પણ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓ આગળ આવ્યા છે. જેમણે બપોર 3:30 કલાક બાદ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. આજ રીતે નિર્ણયનગર-રાણીપ વિસ્તારના વેપારીઓ અને આગેવાનોએ પણ આગામી 25 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લીધો છે. જો કે દવાની દૂકાનોને છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો:  સાબરમતી સ્ટેશન પર કુંભમેળામાંથી આવેલા લોકોનું બીજા દિવસે પણ ટેસ્ટિંગ, વધુ 15ના રિપોર્ટ પોઝિટિવ Ranip Lockdown

આટલું જ નહીં, શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી 150 સોસાયટીના જાગૃત રહીશોએ કોરોનાની સ્થિતિને જોતા 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જે મુજબ રહીશોએ સોમવારથી એક સપ્તાહ સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે ટંકશાલ માર્કેટમાં 800 જેટલા વેપારીઓએ સાંજે 5:30 કલાક બાદ પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ નરોડા, સરદારનગર, કુબેરનગર વિસ્તારોમાં બજારો સાંજે 4 વાગ્યા બાદ બંધ પાળવાની વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3641 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 27 શહેરીજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 97,487 પોઝિટિવ કેસ નોંઝાઈ ચૂક્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat