Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 10 દિવસ બાદ કોરોનાના એક દિવસના કેસ 5 હજાર કરતા ઘટ્યા

અમદાવાદમાં 10 દિવસ બાદ કોરોનાના એક દિવસના કેસ 5 હજાર કરતા ઘટ્યા

0
52

ગુજરાતમાં પણ નવા કેસ ઘટતા રાહત, એક દિવસમાં રાજ્યમાં 153નાં મોત

અમદાવાદઃ કોરોનાની સતત હરણફાણ પર રાજ્ય અને અમદાવાદમાં થોડી રાહત (Ahmedabad Corona cases dropped)મળી છે. જ્યાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ ઘટીને 13 હજારની અંદર આવી ગયા. જે સતત 14 હજાર રહેતા હતા. તો અમદાવાદમાં પણ સતત 10  દિવસ બાદ નવા કેસ 5 હજારની અંદર આવ્યા. તેવી જ રીતે બે હજારથી વધુ કેસો નોંધાતા સુરત શહેરમાં પણ આંકડો તેની નીચે આવ્યો છે.

રવિવારે શહેરમાં નવા કેસ 4683 નોંધાયો

સરકારી આંકડા મુજબ રવિવારે છેલ્લા 24 કલાકમાં નવા 12978 દર્દી ઉમેરાયા. જ્યારે અમદાવાદમાં આ સંખ્યા 4683ની છે. આગલા દિવસે શનિવારે 5,060 અને તેના પહેલાં 24 એપ્રિલથી એક મે સધી રોજનો આંકડો સતત 5 હજારની ઉપર હતો. દરમિયાન 25 એપ્રિલે સૌથી વધુ 5864 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 1494, મહેસાણામાં 565 અને વડોદરામાં 523 કેસ નોંધાયા.

આજે વિવિધ જિલ્લાની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corona cases dropped)માં 4683, સુરત કોર્પોરેશન 1494, મહેસાણા 565, વડોદરા કોર્પોરેશન 523, ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401, જામનગર કોર્પોરેશન 398, સુરત 389, જામનગર 309, બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174, પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જુનાગઢ 147, જુનાગઢ કોર્પોરેશન 146 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કુલ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત

રાજ્યમાં એક દિવસમાં 153 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. 74.05 ટકા છે. રાજ્યમાં કોરોના દર્દીઓની વાત કરીએ તો અત્યારે 722 દર્દીઓ વેન્ટીલેટર ઉપર 14,6096 દર્દીઓ સ્ટેબલ અને 4,40,276 ડીસ્ચાર્જ થયા છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 7508 દર્દીઓના મોત નીપજ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 11,146 દર્દીઓ સાજા થયા છે. ં અત્યાર સુધી કુલ 4,40,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 74.05 ટકા થયો.

 કુલ 1,24,31,368 રસીના ડોઝ આપવામાં આવ્યા

અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 25,57,405ને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. કુલ 1,24,31,368 રસીના ડોઝ આપવામાં આવ્યા. રવિવારે 18થી 44 વર્ષ સુધીના 25,712 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ અપાયો 60 વર્ષથી વધુના અને 45થી 60 વર્ષના કુલ 32,333 વ્યક્તિઓને પ્રથમ અને 57,495 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.અત્યારે સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. Ahmedabad Corona cases dropped

અમદાવાદમાં છેલ્લા 9 દિવસનો કોરોના ગ્રાફ

                 તારીખ            નવા કેસ        મોત      રિકવરી

  •                 21 એપ્રિલ         4,903            23             969
  •                 22 એપ્રિલ         5,226           24          1,039
  •                 23 એપ્રિલ         5,470           22           1,324
  •                 24 એપ્રિલ         5,477          26        1,664
  •                 25 એપ્રિલ         5,864         29        1,644
  •                 26 એપ્રિલ        5,679          27        1,827
  •                 27 એપ્રિલ         5,725         26        2,003
  •                 28 એપ્રિલ        5,740         26       2,263
  •                 29 એપ્રિલ        5,317         25       2,557
  •                 30 એપ્રિલ        5,439        23       2,968
  •                 1 મે                   5,060       22        3,199
  •                 2 મે                  4,683        26       — 

     Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

    Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat